Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ખેડુત શીબીર સાથે ખેડુત ઉત્કર્ષ પ્રોજેકટ કાર્યરત

રાજકોટ  : ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ ખેડુતોની કોઇપણ મુશ્કેલીઓનું નિવારણ લાવી શકાય તે હેતુથી સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળના ચેરમેન મુકેશભાઇ મેરજા તેમજ ગોવિંદભાઇ વરમોરા, નાથાભાઇ કાલરીયા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, જગદીશભાઇ કોટડીયા, વલ્લભભાઇ કટારીયા, દિનેશભાઇ, મનુભાઇ, બળવંતભાઇના માર્ગદર્શન હેઠળ 'ખેડુત ઉત્કર્ષ પ્રોજેકટ' હાથ ધરાયો છે. જેમાં ગામડે ગામડે શીબીરો કરી ખેડુતોને માર્ગદર્શન અપાશે. તેમજ ઓર્ગેનીક ખેતીને પ્રોત્સાહન આપવા નહી નફો નહીં નુકસાનના ધોરણે વેંચાણ અર્થે મોલની સુવિધા પ્રદાન કરાશે. ઇ-માર્કેટીંગ દ્વારા વેંચાણની વ્યવસ્થા પણ ગોઠવી અપાશે. દરમિયાન રાષ્ટ્રીય ખેડુત દિવસની ઉજવણી ગઢકા ગામે પ્રગતિશીલ ખેડુત ચતુરભાઇ કલોલાના ઓર્ગેનિક ફાર્મ ખાતે કરવામાં આવી હતી. જેમાં નવરંગ નેચર કલબ, માનવ કલ્યાણ મંડળ, જૈન ઇરીગેશન, સમસ્ત પાટીદાર સમાજ સાથે ૧૧૦ થી વધુ ખેડુતો અને ગામના સરપંચ, મહેમાનોએ ખેતીની જાણકારી મેળવી હતી. વિશેષ તજજ્ઞ દિનેશભાઇ પટોડીયા, મુકેશભાઇ મેરજા, હરેશભાઇ વેકરીયા, વી. ડી. બાલા, મનુભાઇ મેરજા, ડો. ગોવિંદભાઇ ભાલાળા, દીપકભાઇ બ્રહ્મભટ્ટ, મંજુબેન ગજેરા, દીલીપભાઇ સોયાણી, અટલબેન શર્મા વગેરેએ પોતાના વિચારો રજુ કર્યા હતા. ખેડુતોએ પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. સમગ્ર શીબીરનું સંચાલન 'બા નું ઘર' વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી દિપકભાઇ બ્રહ્મભટ્ટે કર્યુ હતુ.

(2:40 pm IST)