Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ગોકુલનગર પાસેથી દારૂની ૫૩ બોટલ સાથે ઇરફાન ખેડારા પકડાયો

રાજકોટ : ગોકુલનગર મેઇન રોડ પર એક શખ્સ દારૂ સાથે આવ્યો હોવાની બાતમી માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. હરપાલસિંહ તથા ભાવેશભાઇને બાતમી મળતા પી.આઇ. કે.એ.ન ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ઝાલા હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજભાઇ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, મહેશભાઇ, રોહીતભાઇ અને હીતેષભાઇ સહિતે દરોડો પાડી ઇરફાન ઇકબાલભાઇ ખેડારા (ઉવ.૩૨) (રહે. ભવાનીનગર શેરી નં. ૮, દોઢ સો ફૂટ રોડ) ને રૂ. ૨૬,૫૦૦ની કિંમતની દારૂની ૫૩ બોટલ સાથે પકડી લીધો હતો.

(2:42 pm IST)