Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

થોરાળાની સગીરાના અપહરણના ગુનામાં સાત વર્ષથી ફરાર યુપીનો મુન્નો પકડાયો

એન્ટીહ્યુમન ટ્રાફીકીંગની ટીમે મુન્ના રાજભરને યુ.પી.થી દબોચ્યો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાએ પેરોલ રજા પર છુટયા બાદ ફરાર થયેલા તથા પોલીસ જાપ્તામાંથી નાસતા પેરોલ ફરલો સ્કવોડ અને એન્ટી હ્યુમન ટ્રાફીકીંગની ટીમના પીએસઆઇ એમ.એસ. અંસારીના માર્ગદર્શન હેઠળ ધમભા, હરપાલસિંહ, બાદલભાઇ ઝાહીરભાઇ, બકુલભાઇ, કિશોરદાનભાઇ, જયદેવભાઇ, ધીરેનભાઇ, મહંમદ અઝરૂદ્દીનભાઇ તથા કોન્સ. ભૂમિકાબેન, સોનાબેન અને હરીભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. હરીભાઇ, ધીરેનભાઇ, રાજુભાઇ તથા જયદેવભાઇને મળેલી બાતમીના આધારે થોરાળા વિસ્તારની સગીરને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી સાત વર્ષથી ફરાર મુન્નો દાસરાઇ રાજભર (ઉ.વ.ર૭) (રહે. હાલ મહુવાબુજુર્ગ કારખાના (પોખરા ટોણાા તુર્કપતી પોલીસ થાના ઉતરપ્રદેશ) ને યુપીથી ઝડપી લીધો હતો.

(3:44 pm IST)