Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

માસ્ક વિનાના લોકો સામે મ.ન.પા.ની લાલ આંખઃ આજે વધુ ૪૯ દંડાયા

રાજકોટઃ મહાનગર પાલીકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમ્યાન આજે ર૬ ના રોજ શહેરના વિવિધ સ્થળોએ મહાનગર પાલીકા દ્વારા માસ્ક નહી પહેરનારા લોકો સામે ડ્રાઇવ કરવામાં આવી હતી. જે અંતર્ગત માસ્ક નહી પહેરનારા ૪૯ લોકો પાસેથી ૪૯૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી નાયબ મ્યુનિ. કમિશ્નર એ.આર.સિંહના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર નીલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેર વી.એમ.જીંજાળા તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ તથા જગ્યા રોકાણ શાખા દ્વારા કરવામાં આવી હતી.

(3:44 pm IST)