Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

પૂ.હિરાબાઇ મ.સ., પૂ.જયોતિબાઇ મ.સ. આદી સતીવૃંદનું સરદારનગર સંઘમાં ચાતુર્માસ સંપન્‍ન

અર્હમ કળશ સહ મંગલ શોભાયાત્રા - વિહાર - રેસકોર્ષ પાર્ક આગમન

રાજકોટ, તા.૨૭: ગોંડલ સંપ્રદાયના પૂ. ડુંગર જશ ઝવેર પરિવારનાં વડેરા તિર્થ સ્‍વરૂપા શાસન ચંદ્રીકા ગુરુણી મૈયા બા.બ્ર.પૂ. હિરાબાઈ મહાસતીજી, તત્‍વસિંતક બા.બ્ર.પૂ. જ્‍યોતિબાઈ મહાસતીજી આદિ સતિવળંદ શ્રી શાલીભદ્ર સરદારનગર સંઘનું સુવર્ણ જયંતિ વર્ષનું અજોડ શાસન પ્રભાવક ચાતુર્માસ તથા પૂ.હિરક ગુરુણી જન્‍મ સંયોમોત્‍સવની ભવ્‍યાતિ ભવ્‍ય ઉજવણી સંપન્ન કરી તા.૨૩ની એમ. ડી. મહેતા પરિવારને ત્‍યાં ચાતુર્માસ પરિવર્તન કર્યા બાદ તા.૨૪નાં રોજ સવારે માંગલીક શ્રવણ કરાવી હજારો ભાવિકાોની ભાવસભર વિદાય લઈ માતુશ્રી શાંતાબેન મોહનભાઈ વાઘેલા પરિવાર પ્રેરીત પ્રભાવના સાથે ધર્મશાસનનો, ભગવાન મહાવીરનાં જયજયકાર સાથે ધર્મરત્‍ના માતુશ્રી સુશીલાબેન કાંતિલાલ વોરા પરિવારને આંગણે સ્‍મિતાબેન મુકેશભાઈ વોરાનાં નિવાસસ્‍થાને ગુરુદર્શન એપાર્ટમેન્‍ટ ખાતે ધર્મસભામાં હજારો ભાવિકોની મંગલ હાજરીમાં નવકાર મંત્ર, અર્હમ  જાપ પ્રવચન પ્રભાવક બા.બ્ર.પૂ. સ્‍મિતાબાઈ મહાસતીજીનાં મંગલ પ્રવચન બાદ હરેશભાઈ વોરા, તપનભા વોરા તથા મેહુલભાઈ દામાણીનાં ઉદબોધન, પૂ.મહાસતીજીનાં માંગલીક બાદ વોરા પરિવાર પ્રેરીત નવકારશીનો ભાવિકોએ લાભ લીધો હતો.

તેઓનાં નિવાસ સ્‍થાને સવા કરોડ જાપ અભિમંત્રીત અર્હમ કળશની વિધિવત સ્‍થાપના થઈ ત્‍યારે સમગ્ર કાંતિલાલ વોરા પરિવારનાં સર્વે ભાવિકોનાં હૈયામાં ભકિત શ્રઘ્‍ધાનાં પૂર ઉમટીયા હતા. સર્વત્ર હર્ષ હર્ષ છવાયો હતો. પૂ. ગુરુણીશ્રીઓ ત્‍યાંથી વિહાર કરી શ્રી રેસકોર્ષ પાર્ક  સંઘ તથા ચંદ્રકાંતભાઈ શેઠની વિનંતીનો સ્‍વીકાર કરી શ્રી રેસકોર્ષ પાર્ક સંઘમાં ચુનાલાલ ચત્રભુજ કોઠારી ઉપાશ્રયે પધારા શ્રીસંધ તથા શ્રી હીરક મહિલા મંડળનાં જૈનમ્‌ જયતિ શાસનમ્‌ અને મહાસતીજીઓનાં જયજયકાર, ગુરુણી અમારો અંતરનાદ અમને આપો આશિર્વાદનાં ગગન ભેદી નારાઓ સાથે રેસકોર્ષ પાર્ક ઉપાશ્રયે પધારતા પૂ. ભારતીબાઈ મહાસતીજી પ્રેરીત પૂ.હિરક ગુરુણી જન્‍મોત્‍સવ, સંયમોત્‍સવ, પૂ.જ્‍યોતિબાઈ મહાસતીજીની ૬૩ મી દીક્ષા જયંતિ પ્રસંગે દર આઠમ-પાખી લોગસ્‍સ જાપ તકતી અનાવરણ કાર્ય યોજાયા બાદ ધર્મસભામાં પૂ.મહાસતીજીનાં મંગલ પ્રવચન બાદ, સી.એમ. શેઠનાં ઉદબોધન બાદ, કમળાબેન જિણાભાઈ મહેતા હસ્‍તે કોકીલાબેન પ્રકાશભાઈ પી.સી. પારેખ પરિવાર દ્વારા મીઠાઈનાં પેકેટની પ્રભાવના કરવામાં આવેલ હતી. પૂ. મહાસતીજીઓ રેસકોર્ષ પાર્ક ઉપાશ્રયે બિરાજે છે તેમ યાદીમાં જણાવાયું છે.

(11:03 am IST)