Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ક્રિકેટ રમવા માટે મોડા પહોîચેલા અભયને મિત્રોઍ સ્ટમ્પથી ફટકાર્યોઃતેના પિતાનો પગ ભાંગી નાંખ્યો

ડી.ઍચ. કોલેજના મેદાનમાં સવારે ૧૦ પહોîચવાનું હતું તેના બદલે ૧૨ાઍ પહોîચતાં ડખ્ખો : સ્લમ ક્વાર્ટરનો કોલેજીયન ઓલરાઉન્ડર તરીકે મેચ રમવાનો હતોઃ રૂપેશ, તરૂણ અને સમીરે સ્ટમ્પ-બેટથી હુમલો કર્યોઃ સમીર જૂણેજાઍ અભયના પિતાને તમે બહુ મોટા આગેવાન થઇ ગયા છો કહી બેટથી ફટકાર્યા

રાજકોટ તા. ૨૭: ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા મોડા પહોîચવા બાબતે ઍન્જિનીયરીંગના છાત્રને તેના જ મિત્રોઍ સ્ટમ્પથી ફટકારી હાથ ખભા પર ગંભીર ઇજા પહોîચાડી હતી. તેમજ તેના પિતા અને ભાઇ સમજાવવા આવતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી. જેમાં પિતાને બેટ સ્ટમ્પથી ફટકારાતાં પગ ભાંગી ગયો હતો. તેમજ ઍક શખ્સે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત પણ કર્યા હતાં.

જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટર નં. ૪૯માં રહેતો અને સંજય રાજ્યગુરૂ કોલેજમાં મિકેનીકલ ઍન્જિનીયરીંગનો અભ્યાસ કરતો અભય અજયભાઇ વાઘેલા (ઉ.વ.૧૯) છવ્વીસમી જાન્યુઆરીના દિવસે બપોરે ડો. યાજ્ઞિક રોડ પર ડી.ઍચ. કોલેજના મેદાનમાં ક્રિકેટ રમવા ગયો ત્યારે તેના જ મિત્રો રૂપેશ પુરબીયા, રૂપેશના ભાઇ તરૂણ અને તેના મિત્ર સમીર જુણેજાઍ મળી સ્ટમ્પથી માર મારતાં ડાબો ખભે ઇજા થઇ હતી.

ઝઘડાની જાણ થતાં અભયનો ભાઇ રાહુલ અજયભાઇ વાઘેલા (ઉ.વ.૨૨) ત્યાં પહોîચ્યો હતો ત્યારે તેની સાથે પણ માથાકુટ ચાલુ થઇ હતી. ઍ પછી તેણે  પિતા અજયભાઇ અશોકભાઇ વાઘેલા (ઉ.વ.૪૭) જે કોર્પોરેશન કચેરીઍ ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમમાં હોઇ તેમને જાણ થતાં તેઓ પણ મેદાને પહોîચ્યા હતાં અને માથાકુટ નહિ કરવા રૂપેશ સહિતને સમજાવતાં તેના ઉપર પણ હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો દેવામાં આવી હતી. ઍ-ડિવીઝનના હેડકોન્સ. લાભુભાઇ જતાપરાઍ ફરિયાદ નોîધવા કાર્યવાહી કરી હતી.

અભયના કહેવા મુજબ હું અને રૂપેશ તથા તેના ભાઇ સહિતના મિત્રો લાંબા સમયથી સાથે જ ક્રિકેટ રમીઍ છીઍ અને મિત્રો છીઍ. હું ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમુ છું.૨૬મીઍ સવારે દસ વાગ્યે ડી.ઍચ.ના મેદાનમાં મેચ રમવાનો હોઇ બધાને સમયસર પહોîચવાનું હતું. પરંતુ મારી ઉંઘ ન ઉડતાં હું છેક બપોરે સાડાબારે પહોîચ્યો હતો. ત્યારે ઍ લોકો રમતાં હતાં. હું મોડો પહોîચતા આ લોકોઍ ગાળાગાળી કરી હતી. મેî ગાળો દેવાની ના પાડતાં સ્ટમ્પથી હુમલો કર્યો હતો. 

આ બનાવમાં પોલીસે અજયભાઇ વાઘેલાની ફરિયાદને આધારે રૂપેશ, તરૂણ, સમીર વિરૂધ્ધ આઇપીસી ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪, ૧૩૫, ઍટ્રોસીટી હેઠળ ગુનો નોîધ્યો છે. અજયભાઇઍ જણાવ્યું છે કે મારો દિકરો ક્રિકેટ રમવા ગયો હોઇ માથાકુટ થતાં હું અને મારો દિકરો ત્યાં સમજાવવા જતાં સમીરે મને ગાળો દઇ તમે સમાજના બહુ મોટા આગેવાન થઇ ગયા છો...તેમ કહી જ્ઞાતિ પ્રત્યે જેમતેમ બોલી બેટ સ્ટમ્પથી હુમલો કર્યો હતો. જેમાં મને તથા બંને પુત્રોને ઇજા થઇ હતી. જે પૈકી મારો ડાબો પગ ભાંગી ગયો હતો અને દિકરા અભયને ખભા પર ઇજા પહોîચી હતી. તેમ વધુમાં અજયભાઇઍ જણાવ્યું હતું. તસ્વીરમાં અભય અને તેના પિતા અજયભાઇ વાઘેલા જાઇ શકાય છે. 

(12:02 pm IST)