Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સ્‍વર્ણીમ ગુજરાત સ્‍પોર્ટસ યુનિવર્સિટીમાં ૭૪ માં ગણતંત્ર દિવસની હર્ષભેર ઉજવણી

રાજકોટઃ સાવલી તાલુકાના ધારાસભ્‍ય કેતનભાઇ ઇનામદારના હસ્‍તે ધ્‍વજવંદન કરી સ્‍વર્ણીમ ગુજરાત સ્‍પોર્ટસ યુનિવર્સિટી ખાતે ૭૪ માં ગણતંત્ર દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે માનનીય ધારાસભ્‍ય કેતનભાઇએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઝનુન સાથે કામ કરી ગુજરાત અને ભારતમાં વિશ્વ વિદ્યાલયનું નામ રોશન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાએ પ્રાસંગીક ઉદબોધનમાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના આત્‍મ નિર્ભર ભારત અંતર્ગત વિકાસ માટે દેશ સંકલ્‍પબધ્‍ધ થઇ રહયો છે તેને આવકારેલ તેમજ ભવિષ્‍યમાં ગુજરાત મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, ખેલ મંત્રી હર્ષભાઇ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ સ્‍પોર્ટસ યુનિવર્સિટી વિકાસના નવા સોપાન સર કરશે અને ચારિત્ર્યવાન ખેલાડીઓ તૈયાર કરશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના રજીસ્‍ટ્રાર આર.એચ.દાંતણીયા, એપીએમસી દેસરના ચેરમેન રાજેશભાઇ પટેલ, ડાયરેકટર દેવેનભાઇ રાઠોડ, દેસર તાલુકા ઉપપ્રમુખ રાજદીપ સોઢા, હિંમતપુરા ગામના સરપંચ ભકતભાઇ પરમાર તેમજ શિક્ષકો-વિદ્યાર્થીઓ-ખેલાડીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા તે પ્રસંગની તસ્‍વીર.

(3:27 pm IST)