Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ડી.એચ. કોલેજમાં પિતા-પુત્રો પર હુમલો કરનારાને તત્‍કાલ પકડવા સમસ્‍ત વાલ્‍મિકી સમાજની માંગણી

રાજકોટઃ જામનગર રોડ સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં અને મિકેનીકલ એન્‍જિનીયરીંગનો અભ્‍યાસ કરતાં અભય અજયભાઇ વાઘેલા  (ઉ.વ.૧૯) પર ગઇકાલે ડી.એચ. કોલેજના મેદાનમાં ક્રિકેટ રમવામાં મોડો પહોંચ્‍યો ત્‍યારે તેના જ મિત્રો સમીર જૂણેજા, રૂપેશ પુરબીયા અને તરૂણ પુરબીયાએ સ્‍ટમ્‍પ-બેટથી હુમલો કર્યો હતો. બનાવની જાણ થતાં અભયના પિતા અજયભાઇ વાઘેલા (ઉ.૪૭) અને ભાઇ રાહુલ વાઘેલા (ઉ.૨૨) સમજાવવા પહોંચતા તેના પર પણ હુમલો કરાયો હતો. જેમાં અજયભાઇનો પગ ભાંગી ગયો હતો. આ મામલે એ-ડિવીઝન પોલીસે કલમ ૩૨૫, એટ્રોસીટી હેઠળ ગુનો નોંધ્‍યો છે. દરમિયાન આજે સમસ્‍ત વાલ્‍મિકી સમાજના લોકો મોટી સંખ્‍યામાં આ મામલે રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્‍યા હતાં અને હુમલાખોરોને તાકીદે ઝડપી લઇ આકરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

 

(3:30 pm IST)