Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

બાલાજી હોલ પાસે નશો કરી કાર લઇ નીકળેલો દિપેન અકબરી પકડાયો

તાલુકા પોલીસે આઇ૧૦ કાર કબ્‍જે કરી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૭ : મવડી રોડ બાલાજી હોલની પાછળ નશો કરી કાર લઇને નિકળેલા શખ્‍સને તાલુકા પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ તાલુકા પોલીસ મથકના હેડ કોન્‍સ. એ.બી.ભુંડીયા તથા કોન્‍સ. જયદીપસિંહ ગોંડલીયા સહિત ગઇકાલે પેટ્રોલીંગમાં હતા. બાલાજી હોલની પાછળથી પસાર થતી જીજે૩જેસી-૯૮૧૦ નંબરની આઇ૧૦ કારને શંકાના આધારે રોકી ચાલક પાસે લાયસન્‍સ તથા કારના કાગળો માંગતા તેણે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનુ નામ દિપેન કેશુભાઇ અકબરી (ઉ.૩૨) (રહે. નાનામવા રોડ પર આવેલા આવર ફલોરા બ્‍લોક નં. ૩૦૧) નામ જણાવ્‍યું હતું તે નશો કરેલી હાલતમાં જણાતા પોલીસે તેને પકડી લઇ કાર કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

જ્‍યારે બીજા બનાવમાં મોટામવા સ્‍મશાન પાછળ એક શખ્‍સ દારૂપીને ઝઘડો કરતો હોવાની પ્રવિણભાઇ મકવાણાએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્‍ચાર્જે તાલુકા પોલીસને જાણ કરતા કોન્‍સ. એન.ડી.મારવીયા સહિતે સ્‍થળ પર પહોંચી પ્રવિણભાઇ મકવાણા સાથે દારૂના નશામાં ચૂર પુત્ર હિતેષ પ્રવિણભાઇ મકવાણા (ઉ.૩૧) ઝઘડો કરતો હોઇ, તેને પકડી લઇ કાર્યવાહી કરી હતી

 

(3:31 pm IST)