Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

છોટુનગર મફતીયાપરામાં ૧પ વર્ષની મધુ સેફાતરાનો ફાંસો ખાઇ આપઘાત

પિતા બોલાવવા જતા પુતરી લટકતી જોવા મળીઃ કારણ અકળ

રાજકોટ તા. ર૭: રૈયા રોડ હનુમાન મઢી પાસે છોટુનગર મફતીયાપરામાં રહેતી ૧પ વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છ.ે

મળતી વિગત મુજબ છોટુનગર મફતીયાપરામાં રહેતી મઘુ સુરેશભાઇ સેફાતરા (ઉ.૧પ) એ ગઇકાલે પોતાના ઘરે રૂમમાં શાલવડે ગળા ફાંસો ખાઇ લીધો હતો. પિતા સ્‍કુલવેન ચલાવતા હોઇ બપોરે સ્‍કુલના છોકરાઓને તેડવા જવા માટે ઉઠયા બાદ બોલાવવા જતા પુત્રીને લટકતી જોઇ દેકારો મચાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા બાદ તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી ત્‍યાં તેનુ મૃત્‍યુ નિપજયૂં હોવાનું તપાસનીસ તબીબોએ જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્‍સ સલીમભાઇ મકરાણીએ હોસ્‍પિટલે પહોંચી તપાસ આદરી હતી. મૃતક મધુ એકભાઇ અને એક બહેનમાં મોટી હતી તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધીર છે

(3:35 pm IST)