Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સિટી - BRTS બસની એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા.૩.૪૮ લાખનો દંડ

ગેરરીતિ સબબ ૮ કંડકટર સસ્‍પેન્‍ડ : ૧૧ મુસાફરો ટીકીટ વિના ઝડપાયા : અઠવાડિયામાં ૩.૫૮ લાખ મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો

રાજકોટ તા. ૨૭: મહાનગર પાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા ૧૬ થી ૨૨ જાન્‍યુઆરી સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સીટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. પરંતુ સિટી બસની મારૂતી ટ્રાવેલ્‍સ તથા બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૩.૪૮ લાખની પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૮- કન્‍ડકટરોને ફરજ મુકત કર્યા છે. ૧૧ મુસાફરો ટિકીટ વિનાનો ઝડપાયા હતો.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત -૧૬ થી ૨૨ જાન્‍યુઆરી સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

 સિટી બસ સેવા (RMTS)માં તા.૧૬ તા.૨૨ દરમિયાન કુલ અંદાજીત ૯૫,૭૭૪ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૭૧,૨૫૪ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. સિટી બસ સેવામાં બસ ઓપરેટર  મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૮,૯૦૦ કિ.મી. ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂ!. ૩,૧૧,૫૦૦ /- ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.      સિટી બસ સેવામાં ફેર કલેક્‍શન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!.૩૨,૮૦૦/- ની પેનલ્‍ટી આપવામાં આવેલી છે. સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ ૦૭ કંડક્‍ટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ તથા ૦૧ કંડક્‍ટરને કાયમી ધોરણે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે.  ચેકીંગ દરમિયાન કુલ ૧૧ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા! ૧,૨૧૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે.           

આ ઉપરાંત  બી.આર.ટી.એસ. બસ સેવામાં તા. ૧૬ થી તા.૨૨  દરમિયાન કુલ અંદાજીત ૪૯,૮૪૭ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૮૬,૭૪૯ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્‍સ-મેન તથા સિકયુરીટી પુરા પાડતી એજન્‍સી શ્રી રાજ સિકયુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા. ૪,૦૫૦/- ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

(3:45 pm IST)