Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

રાજકોટમાં પેન્ડિંગ ઇ-મેમોની આકરી બનશે ઉઘરાણી: ત્રણથી વધુ બાકી ઈ-મેમોના દંડ વસૂલવા વાહન કબ્જે કરવા કાયદાકીય પગલાં લેવાશે:ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ

વાહન કબ્જે કરવા માટે જરૂરી કાયદાકીય પગલા લેવા ટ્રાફિક શાખા દ્વારા તજવીજ એક, બે અથવા ત્રણ ઈ-મેમોવાળા લોકોએ સમાધાન શુલ્ક માટે ટ્રાફિક શાખાનો સંપર્ક કરે :ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ

રાજકોટમાં ફરી ઇ મેમોના દંડની ઉઘરાણી આકરી બનશે ,ત્રણથી વધુ ઈ-મેમો છે અને દંડ ભરતા નથી તેવા લોકોના વાહન રસ્તા ઉપર દેખાય ત્યાં કબ્જે કરવા માટે જરૂરી કાયદાકીય પગલા ટુંક સમયમાં ટ્રાફિક શાખા દ્વારા લેવામાં આવશે તેમ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવએ જણાવ્યું છે, ડિસેમ્બર-૨૦૨૧ થી મે-૨૦૨૨ સુધી એક, બે અથવા ત્રણ ઈ-મેમોવાળા લોકોએ સમાધાન શુલ્ક માટે ટ્રાફિક શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે

(10:23 pm IST)