Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ગુરૂકુળ નિર્માણની શરૂઆત કરનાર શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની સોમવારે ૩૩મી પુણ્યતિથિ

આજે દેશ અને દુનિયામાં શ્રી સ્વામિનારાયણ ગુસ્કુલ રાજકોટનો સામાજિક, શેક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે ડંકો વાગે છે તે ગુસ્કુલના પાયાના પથ્થરસમા, ગુસ્કુલ ગંગોત્રીને પુનઃજીવીત કરનાર, સ્પષ્ટવકતા, પરોપકારી સંત, જીવનથી જીવન ઘડનાર સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજીની મહા વદ-રના રોજ ૩૩મી પુણ્યતિથિ છે.

અમરેલી જિલ્લાના નાના એવા તરવડા ગામે લાખાણી પરિવારમાં જન્મ પૂર્વાશ્રમનું નામ અરજણ. અરજણને નાનપણથી જ માતા વીરબાઈએ ધર્મ અને ભકિતના સંસ્કાર આપ્યા. નાની ઉંમરે જ વેરાગ્યના અંકુર ફૂટયા. તેજસ્વી પ્રતિભા, ચકોર, ઉત્સાહી, નિષ્ઠાવાન, આજ્ઞાપાલક અને પ્રામાણિક અરજણને સંસારનો ત્યાગ કરી દીક્ષા લેવાની પ્રબળ ઈચ્છા જાગી. વારંવાર ઘરનો ત્યાગ કર્યો, પરંતુ પરિવારની લાલસા તેમને પાછા લઈ આવે. પરંતુ અંતે મહામુશ્કેલીએ કોઈ રસ્તો સમજાવાનો બાકી રહ્યો નહીં ત્યારે અરજણના વેરાગ્ય સામે હાર માની ભારે અને વ્યથિત હૃદયે પરિવારે રજા આપી.

કોયલ જેવો મીઠો કંઠ હતો અને હૃદયમાં ભકિત હતી તેથી કીર્તન ગાઈ સૌને સંભળાવી. સોની પ્રસશ્નતા મેળવી. પૂ. બાલમુકુંદસ્વામીના યોગમાં આવ્યા અને વેરાગ્યને વેગ મળ્યો. સં.૧૯૭૩ના ભાદરવા વદ-પના વડતાલવાસી આચાર્ય મહારાજશ્રી પ્રતિપ્રસાદજીએ સારંગપુરમાં દીક્ષા આપી અને નામ આપ્યું ધર્મજીવનદાસ.  હરિકૃષ્ણ મહારાજના સાંનિધ્યમાં ખૂબ જ ભજન-ભકિત કરી. વૃદ્ઘો સંતોની ખૂબ સેવા કરી. આકરાં વ્રત-તપ કર્યા.

શાસ્ત્રીજી મહારાજ ખૂબ જ વ્યવહાર કુશળ અને સેવાભાવી હતા. તેમની કાર્યશૈલી જોઈ સં. ર૦૦૦માં જૂનાગઢ મંદિરના મુખ્ય કોઠારી તરીકે નિમણૂંક થઈ અને ર૦૦૧માં અભૂતપૂર્વ ર૧ દિવસનો જૂનાગઢમાં મહોત્સવ બાદ સ્વામી હિમાલયથી પગપાળા યાત્રાએ ગયા. રસ્તામાં દેવપ્રયાગ-સ્દ્રપ્રયાગ પાસે એક પર્ણફૂટીના પ્રાંગણમાં વૃક્ષ તળે એક ત્ર્કષિ મહાત્મા આઠ-દશ શિષ્યોને અભ્યાસ કરાવતા હતા. આ જોઈ સ્વામીને પણ આવું કંઈક કરવાની જિજ્ઞાસા થઈ. રાજકોટ આવી કવિવર ત્રિભુવનભાઈ વ્યાસ સાથે ચર્ચા કરી પોતાની ઈચ્છા પ્રગટ કરી અને સુંદર વિચારમાં સુગંધ ભળી અને બંનેના સંકલ્પો મજબૂત થયાં. જેના ફળ સ્વરૂપે ઈ.સ. ૧૯૪૮માં સાત વિદ્યાર્થીઓથી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટની શરૂઆત કરી.

ત્યારબાદ ઈ.સ.૧૯૬૩માં જૂનાગઢમાં અને ઈ.સ.૧૯૭૭માં મેમનગર અમદાવાદમાં ગુસ્કુલની શાખા શરૂ કરી. સ્વામીજીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક અવનવા આયોજનો આપી અમર બની ગયા.

અતિ પરિશ્રમ, રાત-દિવસની સખત મહેનતને કારણે સ્વામીનું શરીર થાકી ગયું હતું પણ મનોબળ ખૂબ જ મક્કમ હતું. ઋષિકેશ એકમાસની સત્સંગ સાધના શિબિર કરી આવ્યા પછી જાણે પોતે આ દુનિયા છોડી અક્ષરધામમાં જવાનો સંકલ્પ કર્યો હોય તેમ દેઢ મનોબળે નક્કી કરી લીધું અને તા. ૫-ર-૮૮ શુક્રવાર મહા વદી-ર ના રાત્રિના ૯.૩૫ મિનિટે ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરતાં અક્ષરધામ સિધાવ્યા.

સ્વામીજીની ૩૩મી પુણ્યતિથિ મહા વદી-ર તા. ૧-૩-૨૦૨૧ ના રોજ ગુરુવર્ય પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીના સાંનિધ્યમાં વિવિધ કાર્યક્રમમાં શ્રદ્ઘાંજલિ આપવામાં આવશે. સવારે ૯.૩૦ થી ૮.૧૫ શ્રદ્ઘાંજલિ સભા, ત્યારબાદ શાસ્ત્રીજી મહારાજના પાર્થિવ દેહને જયાં અગ્રિ સંસ્કાર કરવામાં આવેલ તે સ્થળે ભજન-કીર્તન કરતાં જઈ સંતો-હરિભકતો પુષ્પાંજલી અર્પશે. આ દિવસે નિદાન કેમ્પ, ચોવીસ કલાકની ધૂન, યજ્ઞ વગેરે કરવામાં આવશે. શાસ્ત્રીજી મહારાજના અનુયાયી શિષ્યો દ્વારા ચલાવતા લગભગ અન્ય ૪૪ જેટલા ગુસ્કુલમાં પણ વિશેષ ભજન-ભકિતનું આયોજન કરવામાં આવેલ છે.

- બાલુ ભગત તથા જયદેવ ભગત

(3:52 pm IST)