Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાજકોટ સિવિલમાં ગુજરાતની પ્રથમ સરકારી સ્કિન બેન્કનો પ્રારંભ

ચક્ષુદાન, અંગદાનની જેમ થશે “ત્વચાનું દાન” અને બચાવી શકાશે અન્યનું જીવન,: સિવિલના દર્દીઓને નિ:શુલ્ક સ્કીન ટ્રાન્સપ્લાન્ટ કરાશે

રાજકોટ: રાજ્યના નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકારી હોસ્પિટલોમાં વિવિધ સારવાર-સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આ જ ઉપક્રમમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ થઈ છે રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક.   રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં જ સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે આ સ્કીન બેન્કનો શુભારંભ કરાયો હતો. જેનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના બર્ન્સના દર્દીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ત્વચા (ચામડી) પણ શરીરનું એક અંગ જ છે અને આંખ, લીવર, કિડની, હાર્ટની જેમ હવે ત્વચાનું પણ દાન અને પ્રત્યારોપણ કરી શકાય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે ડોનેશનમાં આવેલી સ્કીન નિઃશુલ્ક મળી શકશે, જ્યારે અન્ય ટ્રસ્ટ સંચાલિત કે સેવાભાવી હોસ્પિટલમાં ગંભીર કેસોમાં સામાન્ય દરે આ સ્કીન ઉપલબ્ધ કરાવાશે, તેમ  સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. 

(7:38 pm IST)