Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

સાંજે પવન ફુંકાયા બાદ આખી રાત્રી ઠંડક રહીઃ સવારે પણ ચમકારો

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં માવઠામય માહોલ વચ્‍ચે વરસતો હળવો-ભારે વરસાદઃ સવારથી ધુપ-છાંવ યથાવત

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર છે આવા વાતાવરણ વચ્‍ચે ગઇકાલે સાંજે હવામાનમાં પલ્‍ટો આવ્‍યો હતો. અને સાંજથી પવન ફુંકાવાનું શરૂ થયું હતું. આવા વાતાવરણ વચ્‍ચે આખી રાત્રી ઠંડક રહી હતી. અને આજે સવારે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં માવઠામય માહોલ વચ્‍ચે કોઇ કોઇ જગ્‍યાએ  હળવો ભારે વરસાદ વરસી જાય છે. આજે સવારથી ધુપ-છાંવ યથાવત છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૦.પ, મહત્તમ તાપમાન ૩૦, ભેજનું પ્રમાણ ૬૬ ટકા પવનની ગતિ ૬ કિ. મી. રહી હતી.

(11:34 am IST)