Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાજકોટથી ગોવા, ઉદેપુર અને બેંગ્‍લોર માટે તા. ૧ મેથી નવી ફલાઇટ શરૂ થશે

દિલ્‍હી માટેની હવાઇ સેવા વધારવા પ્રયાસોઃ સાંસદ મોહનભાઇની અકિલા સાથે વાતચીત

રાજકોટ તા. ર૭ :.. સૌરાષ્‍ટ્રના મુખ્‍ય મથક ગણાતા રાજકોટથી જુદા જુદા રાજયો માટેની નવી ફલાઇટ સેવા શરૂ થઇ રહી છે.  સૌરાષ્‍ટ્રના સાંસદો મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરિયા, રાજેશ ચુડાસમા, નારણભાઇ કાછડિયા વગેરેએ કેન્‍દ્ર સરકારમાં કરેલી રજુઆતો સફળ રહી છે. રાજકોટથી મળતી સ્‍પાઇસ જેટની અમૂક ફલાઇટો બંધ થતા નવી અમૂક ફલાઇટો શરૂ થઇ રહી છે.સંસદ સભ્‍ય મોહનભાઇ કુંડારીયાએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ઇન્‍ડીગો કંપની દ્વારા તા. ૧ મેથી ગોવા, ઉદેપુર, અને બેંગ્‍લોર માટે મોટા પ્‍લેન સાથેની હવાઇ સેવા તા. ૧ મેથી શરૂ થાય તેમ નકકી થયું છે. ત્રણેય સ્‍થાનો માટે દરરોજ એક - એક ફલાઇટ મળશે. પૂરતા મુસાફરો મળી રહેવાની આશા છે. રાજકોટ-દિલ્‍હી વચ્‍ચે દરરોજની હવાઇ સેવા વધારવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

(11:57 am IST)