Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પૂ. ઉષાબાઇ મહાસતીજીના સુશિષ્‍યા સાધ્‍વીરત્‍ના પૂ. કિરણબાઇ મહાસતીજી આદી ઠાણા સતિવૃંદ ની નિશ્રામાં આયંબિલ ઓળી

શ્રી શેઠ ઉપાાશ્રય જૈન સંઘમાં પૂ. મુકતલીલમ પરિવારના ઉત્‍સાહધરા : વ્‍યાખ્‍યાનラ જાપ- ત્રીરંગી સામાયિક- પ્રતિક્રમણ-સન્‍માન

રાજકોટઃ આયંબિલની આરાધનાના મંગલ દિવસોઆવી રહયા છે. મંગળવારથી મંગલમય આરાધનાનાઓ રાજકોટભરમાં શરૂ થઇ જશે. છેલ્લા ૧૩ વર્ષથી શેઠ ઉપાશ્રય જૈન સંઘ ખાતે લગાદાર આયંબિલની ઓળીનો અનેક આરાધકો લાભ લઇ રહયા છે. આ વર્ષ પણ શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘમાં ગોંડલ સંપ્રદાયના  સૌરાષ્‍ટ્ર કેસરી  પૂ. પ્રાણ  પરિવારના ધ્‍યાનસાધક પૂ.શ્રી હસમુખમુનિ મ.સા.નાઆજ્ઞાનુવર્તિ  એવમ પૂ.મુકત-લીલમ પરિવારાના ઉત્‍સાહધરા પૂ. ઉષાબાઇ મહાસતીજી આદી ઠાણાની નિશ્રામાં આયંબિલની ઓળી અનેરૂ આયોજન કરવામાં આવેલ છે. અનાદીકાળથી  આયંબિલ તપનું મહત્‍વ વિશેષ રહેલુ છે.

 આયંબિલની નવ દિવસનીઆરધના ભાગ રૂપે તા.૨૮/ ને મંગળવાર થી આયંબિલ ઓળી શરૂ થશે. આઆયંબિલ તપમાં નવ દિવસમાં ફકત એક જ વખત સ્‍વાદ વગરના આહાર કરવાનો હોય છે. તથા ઉકાળેલ અચેત પાણીનો ઉપયોગ કરવાનો હોય છે. આયંબિલ  ઓળીના નવ દિવસ સુધી ત્રીરંગી સામાયિક અને વ્‍યાખ્‍યાન આયંબિલ વિધિ  સવારે ૯:૩૦થી૧૦:૩૦ આયંબિલ નમિતે જાપ બપારે ૪થી૫, પ્રતિક્રમણ સાંજે ૬:૪૫ થી૮ દરમિાયાન કરવામાં આવે છે બપારે૧૨થી૧:૩૦  સુધી સતાપૂર્વક કરવામાં આવશે. આયંબિલની આરાધકોમાં વિવિધ દાતાઓ તરફથી બહુમાન કરવામાં આવશે. આયોજનની વ્‍યવસ્‍થા શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘ ラ સેવા સમિતિ નીઆગેવાની  હેઠળ નયનાબેન મોદી,રીધ્‍ધીબેન બાવીસી, હેમલતાબેન ટીમ્‍બડીયા, વર્ષાબેન પારેખ,  જયણાબેન, વિભાબેન, શ્વેતાબેન કોઠારી વિ.  કરશે, કેઠ ઉપાશ્રયના દરેક મંડળના બહનો દરેક વ્‍યવસ્‍થા સંભાળી રહયા છે અન ેતેઓ આયંબિલ ઓળી કરવાના ભાવ રાખે  છે

ચેતનભાઇ વખારીયા, નીતીનભાઇ દોશી,પ્રતિકભાઇ શાહ, દિનેશભાઇ ટીંબડીયા ,જગદીશભાઇ ગોસલીયા, તનસુખભાઇ સંઘવી સહિતના કાર્યકરતા  પણ સક્રીય છે. આયંબિલ ઓળીના મુખ્‍ય દાતા ઘુલીયાના પરીવારના ભુપેન્‍દ્રભાઇસ્‍મરણાર્થહ. રૂપલબેન, સોનલબેન, ચાંદનીબેન અને અમીબેનતેમજ સહયોગી દાતા બિનાબેન નરેન્‍દ્રભાઇ શેઠછે. સ્‍વ. હર્ષીદાબેન દિલસુખભાઇ શેઠ તરફ.થી પણ આયંબિલની આઇટમની અનુમોદના કરવામાં આવેલ છે.તસ્‍વીરમાં નયનાબેન મોદી, રિધ્‍ધી બાવીસી, વર્ષાબેન પારેખ, જયનાબેન કુંભાણી, હેમલતાબેન ટીંબડીયા અને વિભાબેન ભિમાણી નજરે  પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:37 pm IST)