Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પત્રકાર સૈફીભાઇની અંતિમવિધિ ક્‍યારે થશે ?

એક પત્રકાર હંમેશા કોઇ ઘટના પાછળ અંતિમ છોડ સુધી પહોચવાનો પ્રયાસ કરતો હોય છે, પરંતુ આટલા સીનિયર પત્રકારના અંતિમવીધી માટે તેમના પરિવારજનોની કોઇ ભાળ મળતી નથી, એ વાત જ અસહ્ય લાગી રહી છે.

મુંબઇના પત્રકાર સૈફી રંગવાલાના મોત મામલે પોલીસ હજુ પણ તેમના પત્‍નીની રાહ પોલીસ જોઇ રહી છે. ડોંગરી પોલીસ સ્‍ટેશનના આ કેસના તપાસનીસ ઓફીસરે મને જણાવ્‍યું કે, સૈફી રંગવાલા નિશાન પાડામાં અનેક વર્ષોથી ભાડેના મકાનમાં રહેતા હતા. ૨૦ માર્ચના પોલીસ પર ફોન આવ્‍યો કે અહી એક બંધ મકાનમાંથી દુર્ગંધ આવી રહી છે. એથી અમે ત્‍યાં પહાચ્‍યા અને બંધ દરવાજો ખોલ્‍યો, શૈફીભાઇ જમીન પર જમણી બાજુ વળી ગયેલી હાલતમાં બેઠેલા હતા. અમે તુંરત જ તેમની બોડીને હોસ્‍પીટલ લઇ ગયા અને પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

પ્રાથમિક અહેવાલ અનુસાર તેમનું મોત સીવીયર એટકથી થયું હોય તેવું જણાય છે. કોઇ અનીચ્‍છય બાબત જાણવા મળી નથી. પરંતુ અમે તેમના સગા ભાઇનો કોન્‍ટેક કરવા, જયાં એ નોકરી કરતા હતા એ અખબારના લોકોનો કોન્‍ટેક કર્યો. આમ છતાં હજુ સુધી તેમની પત્‍ની વીશે કંઇ જાણવા મળ્‍યું નથી કે તેમનો કોઇ સંપર્ક થઇ શક્‍યો નથી. અમે તેમની બોડીને મોચ્‍યુરી રૂમમાં રાખી છે અને તેમના બ્‍લડ રીલેશનના આવવાની રાહ જોઇ રહ્યા છે.

આ સમગ્ર ઘટનામાં વિચિત્ર વાત એ છે કે પોલીસને તેમના ઘરમાંથી મોબાઇલ મળી આવ્‍યો નથી. એથી પોલીસ સૈફીભાઇ ઉપયોગ કરતા હતા તે મોબાઇલ નંબર મેળવીને તેમની ફોન કોલ ડિટેઈલ્‍સ મેળવી રહી છે અને તેના આધારે તેમને છેલ્લો કોની સાથે સંર્પક ર્ક્‍યોં હતો તે તમામ વિગતો મેળવવા પ્રયાસ કરીને તેમના પરિવારજનો સુધી પહોચશે.

બીજી તરફ પોલીસના કહેવા અનુસાર સૈફીભાઇના સગાભાઇ કે જે અમદાવાદમાં ડોકટર છે તેમની સાથે સૈફીભાઇને ઘણા વર્ષોથી સંબધ નથી. એથી તેઓ સૈફીભાઇના પત્‍ની વીશે કંઇ જાણતા નથી. સૈફીભાઇ થોડા સમય પહેલા જ તેમની પત્‍ની સાથે અમદાવાદ ગયા હતા. તેઓ જયાં પત્રકાર તરીકે સેવા આપે છે ત્‍યાંની ઓફીસ સાથે તેમનો છેલ્લો કોન્‍ટેક કયારે થયો, તેઓ પાસે તેમના પરિવારજનો વીશે કંઇ માહિતી છે કે નહી તે બાબત વિશે પણ પોલીસે તપાસ કરી હતી. પરંતુ હજુ સુધી કોઇ સમાધાનકારી જવાબ પોલીસને મળ્‍યો નથી.

દરમિયાન ગઇકાલના છેલ્લા અહેવાલ મુજબ મુંબઇના વ્‍હોરા સમાજના અગ્રણીઓ ૨-૩ દિવસથી સૈફીભાઇ સાથે સંબંધ ધરાવતી વ્‍યકિતનો, પત્‍નિનો સંપર્ક સાધવા ભારે પ્રયાસ કરી રહ્યા છે.

(જયેશભાઇ શાહની સોશ્‍યલ મિડીયા પરની પોસ્‍ટ સાભાર)

(4:03 pm IST)