Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પુજા હોબી સેન્‍ટર અને પોદાર જમ્‍બો કીડઝ દ્વારા વાર્ષિક સમારોહ

રાજકોટ : હેમુ ગઢવી હોલ ખાતે પુજા હોબી સેન્‍ટર અને પોદાર જમ્‍બો કીડઝ દ્વારા વાર્ષિક સમારોહનું આયોજન કરાયુ હતુ. જેમાં ૨ાા થી ૧૪ વર્ષ સુધીના ૩૫૦ થી વધુ બાળકોએ ૧૮ થી વધારે કૃતિઓ રજુ કરી હતી. આરતી, મોડેલીંગ, ફેન્‍સી ડ્રેસ, હુલ્લાહુપ, ડાન્‍સીંગ સહીતના કાર્યક્રમો રજુ થયેલ. જીમ્‍નાસ્‍ટીક, યોગા, ડ્રોઇંગ, હુલ્લાહુપમાં નેશનલ તથા ઇન્‍ટરનેશનલ લેવલે મેડલ મેળવનાર બાળકોનું આ તકે ગોલ્‍ડ મેડલ પહેરાવી સન્‍માન કરાયુ હતુ. જેમાં સીમરન તંતી, ધ્‍યાની કાછડીયા, પ્રેમ ગાંધી, રાહી નાગવેકર, તીર્થા લીંબાસીયા, ખુશવંત રાડીયા, શૌર્યન પઢારીયા, ખ્‍વાબ અંતાણી, મીત ગાંધી, દીતીશ્રી ઠુમ્‍મર, વીરા કોટક, નયમન પંડયા, નિહાલ જલુ, દુર્વા મોરઝરીયા, વિવેક સિધ્‍ધપુરા, નિર્વેદ બાવીશી, હની પ્રજાપતિ, જીલ શીંગાળા, ઉર્જા સવસાનીનો સમાવેશ થાય છે.

(4:11 pm IST)