Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાજકોટ પાસેના ફાડદંગ મુકામે કાલથી શ્રીવાંધારી મેલડી-માતાજીના મંદિરે સત્‌ચંડી યજ્ઞ-માતાજીનો માંડવો

રાજકોટ તા. ર૭ : રાજકોટ તાલુકાના ગામ ફાડદંગ મુકામે નવનિર્મિત શ્રવાંધારી મેલડી માતાજીના મંદિરે આવતીકાલ તા.ર૮ થી ૩૦ ત્રિદિવસીય પ૧ કુંડી શત્‌ચંદી યજ્ઞ મહોત્‍સવ તેમજ તા.૩૧ માર્ચના રોજ ર૪ કલાકના માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે તા. ર૮ ના રોજ સવારે ૮ થી સાંજે પ-૩૦ દરમિયાન વિવિધ દેવી -દેવતાઓની સ્‍થાપન તેમજ પુજનનો કાર્યક્રમ રાખેલ છે. આજ પ્રમાણે તા.ર૯ ને સવારે ૮ થી સાંજે પ સુધી શ્રીવાંધારી મેલડી માતાજી મૂર્તિનું ષડશોપચાર પુજન નવદુર્ગા સ્‍થાપન પુજન, ગાયત્રી, નવગ્રહ સ્‍થાપન પુજન, નવગ્રહ શાંતિ હોય, ગાયત્રી હોમ, નોવેધ, આરતી તથા ક્ષમા પ્રાર્થના થશે.

તા.૩૦ ના રોજ પણ દેવી-દેવાલયનું પુજન ત્‍યારબાદ બપોરે ર-૩૦ કલાકે બીડુ હોમાશે ત્‍યારબાદ મહાપ્રસદાનું આયોજન કરેલ છે.

તા.૩૧ના રોજ સવારે ૮ કલાકે શ્રીવાંધારી મેલડી માતાીજીનો ર૪ કલાકનો માંડવાનુ આયોજન કરવામાં આવેલ છે.

ર૪ કલાકના માંડવાની થાંભલી રોપવાનું મુહુર્ત સવારે ૮ કલાકે રાખેલ છે રાવલદેવ તરીકે ગોંડલના દિનેશભાઇ ઉપસ્‍થિત રહેશે.

માંડવા પ્રસંગે પંચના ભુવા શંભુભાઇ આટકોટીયા, ચંદુભાઇ ત્રેટીયા, ગીરીશભાઇ કથીરીયા, મનસુખભાઇ બરવાળીયા, બુધાભાઇ જાદવ, હનાભાઇ મકવાણા, પોપટભાઇ કિહલા, સુરેશભાઇ કિહલા, મનસુખભાઇ ગઢીયા, લાલજીભાઇ ડોંડા કેવલભાઇ ડોંડા, રાજેશભાઇ ખુંટ, મુકેશભાઇ સોજીત્રા વિગેરે ઉપસ્‍થિત રહેશે.

શ્રીવાંધારી મેલડી માતાજીના શત્‌ચંડી યજ્ઞની શાષાોકત વિધિ શાષાી પ્રમોદભાઇ જોષી કરાવાશે

(4:35 pm IST)