Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

સોની બજારમાં વેપારીની નજર ચૂકવી રૂા.૬.૫૬ લાખ તફડાવનાર રીઢો ચોર સકંજામાં

એ ડીવીઝન પોલીસે એક શખ્‍સને સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરી

રાજકોટ, તા.૨૭: સોનીબજારમાં ગોકુલ ચેમ્‍બરમાં આવેલી દુકાનમાંથી વેપારીની નજર ચૂકવી રૂા.૬.૫૬ લાખના સોનાની ચોરી કરનાર રીઢા શખ્‍સને એ ડીવીઝન પોલીસે સકંજામાં લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ ગાયત્રીનગર શેરી નં.૧૦માં રહેતા યોગેશભાઇ જયચંદભાઇ રાણપરા (ઉ.વ.૫૧) એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે સોનીબજારમાં આવેલા ગોકુલ ચેમ્‍બરમાં દુકાન નં.૭ પ્રમુખ આર્ટ નામની દુકાન ધરાવી સોનીકામ કરે છે. ગઇકાલે સવારે સાડા અગીયારે વાગ્‍યે પોતે દુકાને હતા ત્‍યારે પોતે સૈફુલભાઇ ચૌધરી રફીક મશીન પોલીસ સોનીબજારવાળાને ૪૧ ગ્રામ જેટલા સોનાના ઝુમ્‍મરનું રો-મટીરીયલ પોલીસ કરાવવા માટે આપેલ હતું. તે આ સૈફુલભાઇનો કારીગર અલ્‍ફાઝ પોતાને આપવા માટે અલ્‍ફાઝ પોતાને રાખવા માટે આવ્‍યો હોઇ જેથી પોતે આ ૪૧ ગ્રામ જેટલુ સોનાના ઝુમ્‍મરનું રો-મટીરીયલ તથા મારી પાસે રહેલ આશરે ૧૦૪ ગ્રામ જેટલા સોનાના પારા હતા. જે બંને વસ્‍તુને પોતે આગળ છોલ કરવા માટે દેવાનું હતું. જેથી આ બંને સોનાની વસ્‍તુઓ એક સ્‍ટીલની ડીસમાં ભરીને આ ડીસ પોતે પોતાની દુકાનના ટેબલ ઉપર મુકીને પોતે પોતાનું બીજુ કામ કરવા લાગેલ આ સમય દરમ્‍યાન મારી દુકાનનો દરવાજો ખુલ્લો હોઇ, જેથી ખુલ્લા દરવાજામાંથી એક અજાણ્‍યો છુપાતો-છુપાતો પોતાની દુકાનમાં આવેલ અને પોતાની દુકાનના ટેબલ પર  પડેલ સોનાનું મટીરીયલ ભરેલ સ્‍ટીલની ડીશ પોતાની નજર ચૂકવી અને ખીસ્‍સામાં નાખી દીધેલ પોતાનું ધ્‍યાન પડતા પોતે તેને પકડવા માટે ઉભા થતા તે શખ્‍સ દૂકાનની બહાર નીકળી ભાગ્‍યો હતો. તેને પકડવા માટે પોતે રાડો પાડતા પાડતા તેની પાછળ દોડેલ પરંતુ તે હાથ લાગ્‍યો ન હતો. આ અંગે પોતે એ ડીવીઝન પોલીસમાં જાણ કરતા હેડ કોન્‍સ. બી.ઝેડ વસોવેલીયા સહિતે ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાંજ રીઢા ચોરને સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરી છે.

 

 

(4:43 pm IST)