Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

મનપાના ટેકનીકલ સ્‍ટાફને કોલ બી ફોર યુ ડી-એપની માહિતી અપાઇ

રાજકોટઃ કેન્‍દ્ર  સરકારની કોલ બીફોર યુ ડીગ એપ અંગે માહિતગાર કરવા  મહાનગરપાલિકાનાં તમામ ઝોનનાં ટેકનિકલ સ્‍ટાફ માટે વર્કશોપ યોજાયો હતો. જેમાં  શહેરી વિસ્‍તારમાં વોટરવર્કસ પાઇપ લાઇન નેટવર્ક, સીવર લાઇન નેટવર્ક, સ્‍ટ્રોમ વોટર નેટવર્ક વિગેરે યુટીલીટી અન્‍ડર ગ્રાઉન્‍ડ હોય છે. આ યુટીલીટીની સાથે, પાવર સપ્‍લાઇ, ગેસ, ટેલીફોન નેટવર્ક વિગેરે પણ અન્‍ડર ગ્રાઉન્‍ડ કરવામાં આવી રહેલ છે. જાહેર રસ્‍તાઓ પર જુદી-જુદી યુટીલીટી માટે ખોદાણ કામ કરવાની જરૂરીયાત રહેતી હોય, ઘણાં વિસ્‍તારોમાં ઇમરજન્‍સી ખોદાણ કરવાનું થતું હોય, હૈયાત યુટીલીટી નેટવર્કની જાણકારી ન હોય, યુટીલીટીને નુકશાન થતું હોય છે. જેનાં નિરાકરણ માટે કેન્‍દ્ર સરકારશ્રી દ્વારા ‘‘કોલ બીફોર યુ ડીગ એપ'' કાર્યરત કરવામાં આવેલ છે. આ એપ અંગે માહિતગાર કરવામાં આવેલ હતા. આ વર્કશોપમાં સરકારશ્રીનાં પ્રતિનિધીશ્રી દ્વારા ‘‘કોલ બીફોર યુ ડીગ એપ''ની જાણકારી તથા કોઇપણ યુટીલીટી માટે ખોદાણ કરતા પહેલા જે તે ડિપાર્ટમેન્‍ટને જાણ કરવા અંગેની સવિસ્‍તળત સમજ આપવામાં આવી હતી.

(4:48 pm IST)