Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં મુશ્કેલી છે?: આ ઉપાયથી નહિ લાગે 36 ટકા વ્યાજ

 રાજકોટઃઘણીવાર એવું બને છે કે ક્રેડિટ કાર્ડ નું ઉપર વધારે પડતી ખરીદી થઇ જાય છે. અને એક જ વારમાં તેનું બિલ ભરવામાં મુશ્કેલી પડે છે. તો કેટલીકવાર બિલ લેટ ભરવા પર વધારે વ્યાજ પણ ચૂકવવું પડે છે. આવા સંજોગોમાં તમે ક્રેડિટ કાર્ડના બિલને ઇએમઆઇમાં ફેરબદલ કરી હપ્તે હપ્તે ભરી શકો છો. જો કે આ વધુ સારું ઓપશન નથી. માટે બિલ એકસાથે અને સમયસર ભરવું જોઈએ. કારણ કે મોટા ભાગના ક્રેડિટ કાર્ડ વાર્ષિક 36%ના હિસાબે વ્યાજ વસુલતા હોય છે. આવા સંજોગોમાં ઇએમઆઇનો વિકલ્પ સૌથી વધુ સરસ છે.
 
ક્રેડિટ કાર્ડ બિલને ઇએમઆઇમાં બે રીતે ફેરવી શકાય છે. પહેલો વિકલ્પ છે સંપૂર્ણ બિલને ઈએમઆઈમાં ફેરવવું અથવા બીજો વિકલ્પ આંશિક રકમને ઇએમઆઈમાં ફેરવી શકાય છે. જો કે તમામ બેંક પ્રથમ વિકલ્પ નથી આપતી. અને દરેક ગ્રાહકને આ સુવિધા નથી મળતી. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડના બિલને ઈએમઆઈમાં ફેરબદલ કરવાની સુવિધા છે તો દરેક બેંકની પોતાની અલગ રીત હોય છે. કેટલીક બેંક ફોન બેંકિંગ દ્વારા આવી સુવિધા આપે છે તો, કેટલીક બેંક ઇન્ટરનેટ બેંકિંગ અથવા એસએમએસ દ્વારા આ સુવિધા આપે છે. તો કેટલીક બેંક ખાસ બ્રાન્ડ દ્વારા ઈએમઆઈની સુવિધા આપે છે.
 
જો તમે ક્રેડિડ કાર્ડનું બિલ એક સાથે નથી ભરી શકતા તો તમે ઇએમઆઇનો વિકલ્પ પસંદ કરી શકો છે. ઇએમઆઇની સમયમર્યાદા તમે તમારી રીતે નક્કી કરી શકો છો. મોટાભાગની બેંક બિલની ચુકવણી કરવા માટે 3 મહિનાથી લઇ 24 મહિના સુધીનો સમયગાળો આપે છે.
 
દરેક ક્રેડિટ કાર્ડ પર EMI વિકલ્પ ઉપલબ્ધ નથી હોતા.EMI પર ખરીદી કરવાથી ક્રેડિટ કાર્ડની મર્યાદા ઘટી જાય છે.જો તમે ઓનલાઈન ખરીદી કરો તો તમને થોડું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
 
 
 

 

(6:26 pm IST)