Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

હાલના સમયમાં કોરોનાથી બચવા નિયમોનું પાલન કરવા ઉપરાંત રોગપ્રતિકારક શકિત વધારવી ખૂબ જ જરૂરી : દેવેન શેઠ (શેઠ બ્રધર્સ)

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાનુ બીજુ મોજુ હાહાકાર મચાવી રહ્યું છે. રોજના કેસોની સંખ્યા નવા નવા રેકોર્ડ તોડી રહી છે. આવા સમયે સરકારશ્રી દ્વારા સુચવવામાં આવેલ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા ઉપરાંત દરેક વ્યકિતએ પોતાની રોગો સામે લડવાની શકિત વધે તે માટે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. રોગ પ્રતિકારક શકિત વધારવા નીચેના નિયમોનું પાનલ કરવા દેશના સુપ્રસિધ્ધ મે. શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠના નીચે મુજબ સુચન છે.

.   રોજ સવારે ખુલ્લી જગ્યામાં બેસી પ્રાણાયામા અને યોગા કરો. ઉંડા શ્વાસ લ્યો જે ઓકિસજન વધારવામાં ઉપયોગી છે.

.   દિવસમાં અનુકુળ સમયે નિયમિત ૩૦ મિનીટ ચાલવાનું રાખો.

.   પૌષ્ટિક, સમતોલ આહાર લ્યો. વિટામીન-સી યુકત તાજા ફળોનું સેવન કરો. દિવસમાં ૩ વખત લીંબનું પાણી પીવો.

.   સવારની *ચા*મા તજ, લવીંગ, ફુદીનો, આદુ, તુલસી વિગેરે નાખી ચાનું સેવન કરો.

.   નિયમીત પણે આયુર્વેદિક ઔષધીઓયુકત ઉકાળાનું સેવન કરો.

.   જમવામાં નિયમિત પણે ર થી ૩ લસણની કળીનો ઉપયોગ કરો.

.   મેંદો અને ખાંડનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. બહારનું - હોટલનું ખાવાનું ટાળો.

.   શરદી, ઉધરસ કે કફ કરે તેવો ખોરાક ન લ્યો.

.   પુરતી ઉંઘ લ્યો, તનાવથી મુકત રહો, હકારાત્મક અભિગમ અપનાવો, નકારાત્મકતા, ચિંતા, ભય, શરીરની રોગપ્રતિકારક શકિતને ઓછી કરે છે. માટે હંમેશા ખુશ રહો અને સારૂ વિચારો.

.   વિટામીન-ડી શરીરને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રોજ સવારે ૨૦ મિનીટ કુમળા તડકામાં બેસો.

.   ઈશ્વરમાં શ્રધ્ધા રાખો, જે તમને ઘણુ જ માનસિક બળ પુરુ પાડશે.

- દેવેન શેઠ, શેઠ બ્રધર્સ

(3:23 pm IST)