Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વડાપ્રધાનના કાલના આટકોટના કાર્યક્રમમાં એસ.ટી.ની ૧ર૦૦ બસો બૂક કરાઇઃ ખાનગી શાળાઓની ૬૦૦ બસ અલગ

ટ્રેકટર-એમયુવી પણ સૌરાષ્‍ટ્રભરમાંથી આટકોટ સુધી દોડશેઃ રાજકોટ એસ.ટી. ડિવીઝનની ૧૧૦ બસો મંગાવાઇ

રાજકોટ તા. ર૭: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આવતીકાલે રાજકોટના આટકોટ આવી રહ્યા છે, જયાં મોટી સંખ્‍યામાં લાખો લોકો આવવાના છે. કેડી પરવડિયા મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલના ઉદ્દઘાટન પ્રસંગે, વડાપ્રધાન શનિવારે જાહેર સભાને સંબોધશે. આ માટે ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ની ૧,ર૦૦ બસો તૈનાત કરવામાં આવી છે.

એટલું જ નહીં, જીએસઆરટીસીની ૧ર૦૦ બસો ઉપરાંત ખાનગી શાળાઓની ૬૦૦ બસો અને કેટલાક ટ્રેકટર અને મલ્‍ટી-યુટિલિટી વ્‍હીકલ (એમયુવી) સૌરાષ્‍ટ્રના દૂરના વિસ્‍તારોમાંથી લોકોને રાજકોટના આટકોટ ગામ સુધી લઇ જશે.

શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્‍ટ (એસપીએસએસટી) ના મેનેજિંગ ટ્રસ્‍ટી ભરત બોઘરાએ કેડી પરવડિયા હોસ્‍પિટલનું નિર્માણ કરનાર ચેરિટેબલ સંસ્‍થા એ જણાવ્‍યું ‘‘અમે લોકોને જાહેર સભા સ્‍થળે લઇ જવા માટે એસ.ટી. (રાજય પરિવહન) સેવાઓ લીધી છે. લગભગ રપ૦, ૩૦૦ બસો ભાડે રાખવામાં આવી છે. જો કે, અમે આ બસોને ભાડે આપવા માટે ચૂકવણી કરીશું અને આ ઇવેન્‍ટ માટે કોઇ સરકારી મશીનરીનો ઉપયોગ કરી રહ્યા નથી.ભરત બોઘરા ભારતીય જનતા પાર્ટી (ગ્‍થ્‍ભ્‍) ના ગુજરાત એકમના ઉપાધ્‍યક્ષ પણ છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, સમગ્ર કાર્યક્રમનું આયોજન લ્‍ભ્‍લ્‍લ્‍વ્‍ દ્વારા ભગવા પક્ષ અને અન્‍ય વિવિધ સંસ્‍થાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

(3:44 pm IST)