Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

લાતી પ્‍લોટમાં છરીથી હુમલો કરી લૂંટના ગુન્‍હામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર૭ : અત્રે બીડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં છરીથી હુમલો કરી રૂપિયા પંદર હજારની લૂંટની ફરીયાદ તા.૧૩/૩/ર૦રર ના રોજ  ભારતીય દંડ સંહિતાની કમલ ૩૯૪,૧૧૪ તેમજ જી.પી.એકટની કલમ ૧૩પ (૧) મજુબની નોંધવામાં આવેલ હતી અને જે સબબ આરોપીની ધરપકડ થતા રાજકોટ કોર્ટમાં રેગ્‍યુલર જામીન મેળવવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદી કેવીનભાઇ રાજુભાઇ શાહ પોતે પેડક રોડ ઉપર આવેલ રવિરાજ આઇસ્‍ક્રીમ કોલ્‍ડ સ્‍ટોરેંજમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે અને તા.૧ર/૩/ર૦રર ના રોજ બપોરના ચાર વાગ્‍યાના સરસામાં પેકડરોડ ઉપર આવેલ રવિરાજ આઇસ્‍ક્રીમ કોલ્‍ડ સ્‍ટોરેજથી આઇસ્‍ક્રીમ લઇને બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ ટી-પોસ્‍ટ નામની દુકાનમાં ગયેલ હતો. અને ત્‍યાં આઇસ્‍ક્રીમની ડીલેવરી કરી પેડક રોડ ઉપર પોતાની નોકરીની જગ્‍યાએ પરત ફરતો હતો તે દરમિયાન સાંજના સાતેક વાગ્‍યાના અરસામા ફરીયાદી પારેવડી ચોક ખાતે પહોચેલ હતા. ત્‍યારે બે અજાણ્‍યા ઇસમોએ ફરીયાદીની આગળ એક એકટીવા ઉભુ રાખી દીધેલ અને કહેલ કે તુ લાતી પ્‍લોટમાં આવ તારૂ કામ છે જેથી ફરીયાદી લાતી પ્‍લોટમાં આવેલ ગુજરાત ટ્રાન્‍સપોર્ટ વાળી શેરીમાં ગયેલ ત્‍યારે આ બને અજાણ્‍યા લોકોએ ફરીયાદીને છરીનો ઘા પેટમાં મારવા જતા ફરીયાદીએ તે રોકી લીધેલ અને તેને આંગળીમાં ઇજા થયેલ અને એક ઘા માથામાં પણ મારેલ અને આ બંને આરોપીઓને ફરીયાદીને મુંઢ માર મારેલ જેથી ફરીયાદી ચકકરખાઇને નીચે પડી જતા ફરીયાદી પાસે તેના ખીસ્‍સામાં રેલ બીલની રકમ રૂ.૧પ૦૦૦ લૂંટી લીધેલ અને બંને જણા ત્‍યાંથી ભાગી ગયેલ બાદમાં કોઇએ ૧૦૮ ને ફોન કરતા સીવીલ હોસ્‍પીટલમાં સારવાર અર્થે લાવેલ જે સબબની વિગતવાર ફરીયાદ નોંધવામાં આવેલ હતી જે સબબ તપાસ દરમિયાન રાજકોટના સલીમ ઉર્ફે સલુડો હનીફશા શાહમદારનું નામ ખુલતા તેની અટક કરવામાં આવેલ હતી.
 ત્‍યારબાદ આ કામે ચાર્જશીટ થયા બાદ આરોપીએ પોતાના એડવોકેટ મારફત જામીન મુકત થવા રાજકોટ કોર્ટમાં અરજી કરેલ હતી જે અન્‍વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટે કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે નામદાર હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદોઓ ધ્‍યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીઓને બંને ગુન્‍હામાં જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો આ કામે આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ રણજીત એમ.પટગીર, સાહિસ્‍તાબેન એસ. ખોખર, પ્રહલાદસિંહ બી.ઝાલા તેમજ મીતેષ એચ.ચાનપુરા રોકાયેલ હતા.

 

(4:11 pm IST)