Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ધરમ કાંબલીયાને સાંત્વના પાઠવતા કોંગ્રેસના નેતા અમીત ચાવડા, હાર્દિક પટેલ સહિતના આગેવાનો

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ  સભ્ય, ડો. ધરમ કાંબલીયાના માતુશ્રી સોનાબેન દેસુરભાઇ કાંબલીયાનું તાજેતરમાં દુઃખદ નિધન થતા તેમને સાંત્વના પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા, પ્રદેશના કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઇ પટેલ, શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા, રાજકોટ કોંગી અગ્રણી પ્રવિણભાઇ સોરાણી, હિતેશભાઇ વોરા, હરદેવસિંહ જાડેજા, સુરેશ બથવાર વગેરે સહિતના રાજકીય, સામાજીક અને શિક્ષણ ક્ષેત્રના વિવિધ અગ્રણીઓ તેમના નિવાસસ્થાને આવ્યા હતા તે સમયની તસ્વીર.

 

(2:46 pm IST)