Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રાશન કીટ વિતરણ અંગે ભાજપની બેઠક

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ અંંતર્ગત શહેર ભાજપ તથા મલબાર ગોલ્ડ એન્ડ જવેલરીના સંયુકત ઉપક્રમે રાશન કીટ વિતરણ આગામી રજી ઓગષ્ટના રોજ રાજયના મા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ૬પમાં જન્મદિવસ અંતર્ગત વિધાનસભા ૬૯ના વોર્ડ નં. ૧-ર-૩-૮-૯ તથા ૧૦ના જરૂરીયાતમંદ પરીવારોને શહેર ભાજપ તથા મલબાર ગોલ્ડ દ્વારા ૬પ૦ રાશનકીટ વિતરણ કરવામાં આવશે. આ અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે નિતીન ભારદ્વાજ, કમલેશ મીરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, બીનાબેન આચાર્ય, વિજય બુલચંદાણીની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ હતી. જેમાં વોર્ડ નં. ૧-ર-૩-૮-૯-૧૦ના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. તેમજ આ અંગે નિતીન ભારદ્વાજ, કમલેશ મીરાણીએ  માર્ગદર્શન આપ્યું હતું. 

(3:44 pm IST)