Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મિત્રએ મિત્રને આપેલ ચેક રિર્ટનના કેસમાં આરોપી મિત્રને એક વર્ષની સજાનો હુકમ

રાજકોટ તા. ર૭ : મિત્ર સંબંધના નાતે ફરીયાદી સુભાષ ચંદુલાલ જીવરાજાનીએ આરોપી શૈલેષ અશોક જીજુવાડીયા ઉપર કરેલ ચેક રીર્ટનના કેસમાં અદાલતે એકવર્ષની સજા તથા વળતર ચુકવવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, ફરીયાદી સુભાષ ચંદુલાલ જીવરાજાની અને આરોપી શૈલેષ અશોકભાઇ જીજુવાડીયા બન્‍ને મિત્રો થતા હતા અને આરોપીને રૂપિયાની જરૂરત હોય મિત્ર સંબંધના નાતે મદદ કરવાના હેતુથી રૂા.૩ લાખ ઉછીના આપેલા. જેની ચુકવણીના પાર્ટ પેમેન્‍ટ પેટે રૂા.૧,પ૦,૦૦૦ અંકે રૂપિયા એક લાખ પચાસ હજાર ચુરાનો ચેક આપેલ. સદરહુ ચેક વટાવવા નાંખતા સદર ચેક ફંડસ ઇનસફીસીયન્‍ટના શેરા સાથે પરત ફરેલ છે જેથી ફરીયાદીએ આરોપીને ધી નેગો.ઇન્‍સ્‍ટ્રુ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ હેઠળ નોટીસ પાઠવેલ જે નોટીસ આરોપીને બજી જવા છતા કોઇ જ રકમ ચુકવેલ નહિ જેથી ફરીયાદીએ આરોપી વિરૂધ્‍ધ અત્રેની કોર્ટમાં ધી નેગો.ઇન્‍સ્‍ટ્રુ્રુમેન્‍ટ એકટની કલમઅ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ.

સદર કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતા તેમજ કોર્ટ સમક્ષ રજુ થયેલ દસ્‍તાવેજી પુરાવાઓ તથા કાયદાકીય દલીલો ધ્‍યાને લઇ અદાલતે ફરીયાદીનો કેસ માન્‍ય રાખી આરોપીને એક માસમા ચુકવી આપવા તથા સદર રકમ ચુકવવામાં નિષ્‍ફળ જાય તો વધુ છ માસની સજા કરતો હુકમ કરેલ છ.ે

આ કેસમાં ફરીયાદી વતી વકીલ દિપક દત્તા, યોગીરાજસિંહ રાણા, વિજય અંટાળા તથા સુરેશ પંડયા વિગેરે રોકાયેલ હતા.

(4:00 pm IST)