Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ઇન્દુભાઇ પારેખ આર્કીટેકચર કોલેજના વિદ્યાર્થીઓ કચ્છ સ્થાપત્યકલાના પ્રવાસે

ભોૈગોલીક સ્થળના પ્રત્યક્ષ નિરીક્ષણ અને પ્રાયોગીક પ્રયાસો થકી કેળવણીનો અભિગમ ધરાવતી ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચર દ્વારા કચ્છની અદભુત સામાજિક-સાંસ્કૃતિક સ્થાપત્યકલાની વિરાસત ધરાવતા ભૂજ વિસ્તારની 'ઇપ્સા' ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થી તથા અદ્યાપકગણની બે દિવસીય શૈક્ષણિક મૂલાકાત યોજવામાં આવેલ હતી. આ જ્ઞાનવર્ધક પ્રવાસ દરમ્યાન કચ્છના પરંપરાગત સ્થાનિક બાંધકામ અને તેની પધ્ધતિના પ્રચાર, પ્રસાર અને તાલીમ માંટેે સુવિખ્યાત એવી 'હુન્નરશાળા' તથા 'કારીગરશાળા' મૂલાકાત લેવામાં આવેલ હતી. જે દરમ્યાન વિધાર્થીઓએ કચ્છના ગરમ અને સુકા વાતાવરણને અનુલક્ષીને તેનો પ્રતિકાર કરી સાયુજય સભર જીવન નિર્માણના હજારો વર્ષોના માનવીય પ્રયાસોના ફલસ્વરૂપ વિકસીત એવી પર્યાવરણની દ્રષ્ટીએ બિનહાનીકારક અને પ્રમાણમાં સસ્તી નિર્માણ પધ્ધતિ, બાંધકામ મટીરીયલ્સ અને તેના ઉપયોગ અંગેના સ્થાનિક કારીગરોના પરંપરાગત જ્ઞાન અંગે તલસ્પર્શી માહિતી મેળવેલ હતી. સમગ્ર પ્રવાસ દરમ્યાન વિધાર્થીઓને સંસ્થાના આચાર્ય આર્કિ.દેવાંગ પારેખ, આર્કિ રૂષિકેશ કોટડીયા, આર્કિ.રૂપેશ પટેલ, પ્રો.જયેશ શુકલ તેમજ આર્કિ.હિમાંસી ગોહેલનું અવિરત પ્રશિક્ષણ અને માર્ગદર્શન મળેલ હતુ.

(4:07 pm IST)