Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

૨૫ જગ્યા સામે અ..ધ..ધ.. ૬૭૩૧ ઉમેદવારો : દિવાળી બાદ પ્રેકટીકલ પરીક્ષા

મ.ન.પા.માં કલીનર કમ જુનીયર ફાયરમેનની : ૧૦ થી ૨૦ નવેમ્બર પ્રેકટીકલ પરીક્ષા કોઠારિયા રોડ પરના સ્નાનાગારમાં યોજાશે : દરરોજ ૬૦૦ ઉમેદવારોને બોલાવાશે

રાજકોટ,તા. ૨૭:  મ્યુ.કોર્પોરેશન દ્વારા કલીનર કમ જુનિયર ફાયરમેનની ૨૫ જગ્યા ભરવાઙ્ગ આગામી ૧૦ થી ૨૦ નવેમ્બરનાં પ્રેકટીલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતીઅમુજબ મ.ન.પા.માં કલીનર કમ જુનિયર ફાયરમેનની ૨૫ ખાલી જગ્યા ભરવા કાર્યવાહી કરવામાં આવતા ૬૭૩૧ ઉમેદવારોએ અરજી કરી હતી.આ તમામ ઉમેદવારોની પ્રેકટીલ પરીક્ષા ૧૦ થી ૨૦ નવેમ્બર સુધી કોઠારિયા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગારમાં યોજાશે. દરરોજ ૬૦૦ ઉમેદવારોની વજન, ઉચાંઇ, સ્વીમીંગ ટેસ્ટ (૧૦૦ મીટર), ડીપ ડાઇવીંગ, રોપ કલાઇંબીંગ તથા હોઝ પાઇપ વીથ રનીંગ સહિતની ટેસ્ટ લેવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, કલીનર કમ જુનિયર ફાયરમેનની જગ્યા માટે અગાઉ તા. ૧૪ થી ૨૪ સપ્ટેમ્બરના પ્રેકટીકલ પરીક્ષા લેવાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ભારે વરસાદના કારણે આ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

હવે મ.ન.પા. તંત્ર દ્વારા ફરી કલીનર કમ જુનીયર ફાયરમેનની જગ્યા ભરવા દિવાળી બાદ પ્રેકટીકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ તંત્રના સતાવાર સુત્રોએ જણાવ્યું છે.

(4:10 pm IST)