Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

સ્વચ્છ રાજકોટ સ્પર્ધા અંતર્ગત જીંગલ સ્પર્ધા, મુવી સ્પર્ધા(શોર્ટ ફિલ્મ મેકિંગ), ચિત્ર

સ્વચ્છ રાજકોટ સ્પર્ધા અંતર્ગત જીંગલ સ્પર્ધા, મુવી સ્પર્ધા(શોર્ટ ફિલ્મ મેકિંગ), ચિત્ર

રાજકોટ :સ્વચ્છ ભારત મિશન અંતગર્ત સ્વચ્છ સર્વેક્ષણ-૨.૦ની જાહેરાત થયેલ હોય જે અન્વયે આગામી સ્વચ્છ સર્વેક્ષણ – ૨૦૨૨ને ધ્યાને લઈને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સ્વચ્છ રાજકોટ સ્પર્ધા અંતર્ગત જીંગલ સ્પર્ધા, મુવી સ્પર્ધા(શોર્ટ ફિલ્મ મેકિંગ), ચિત્ર સ્પર્ધા, મ્યુરલ્સ (દિવાલમાં ચિત્ર દોરવા) સ્પર્ધા, અને શેરી નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં રાજકોટના કોઈપણ નાગરીક ભાગ લઇ શકશે. સ્પર્ધા માટે કોઈપણ વયમર્યાદા નથી. આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં ભાગ લેનારને દરેક કેટેગરીમાં પ્રથમ, દ્રીતીય અને તૃતીય નંબર આપવામાં આવશે

 . આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ  WWW.RMC.GOV.IN ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. સ્પર્ધામાં ભાગ લેનારાઓએ આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધા ૦૧/૧૧/૨૦૨૧ થી ૧૫/૧૧/૨૦૨૧ સુધી એક જ વખતની સ્પર્ધા રહેશે. વધુ માહિતી માટે પોગ્રામ ઈમ્પલીમેન્ટેશન યુનિટ (આઈ.ઈ.સી-સેલ) પ્રથમ માળ, રૂમ નં ૭, ડો.આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા ફોન (૦૨૮૧-૨૨૨૮૧૭૭) પરથી મળી રેહશે. અથવા ઈ-મેલ આઈ.ડી.  SSRMC2021@GMAIL.COM દ્રારા સંપર્ક કરવાનો રહેશે આ સ્વચ્છ સ્પર્ધાનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનરનો રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી મુદત ૧૫/૧૧/૨૦૨૧ રહેશે.

 

(8:02 pm IST)