Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

આજથી બે દિવસ રાજકોટ શહેર-જીલ્લાના રર૪રમતદાન મથકો ઉપર ખાસ ઝૂંબેશઃ રોલ ઓર્બ્ઝવરનું ચેકીંગ

રાષ્ટ્રીય શાળા-ત્રંબા-જસદણ-ગોંડલ-જેતપુર બાદ કાલે જામનગરમાં ચેકીંગ

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ શહેર - જીલ્લામાં હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.

ચૂંટણી પંચની સુચના મુજબ આજથી બે દિવસ રાજકોટ શહેર - જીલ્લાના રર૪ર મતદાન મથકો ઉપર સવારે ૧૦ થી પ દરમિયાન મતદારો નામ ઉમેરવા, કમી, સુધારણા, સ્થળાંતર અંગેના ફોર્મ-બીએલઓ સમક્ષ ભરી શકશે.

સતત બે દિવસ કાર્યક્રમ હોય રાજકોટ શહેર-જીલ્લાના રોલ ઓર્બ્ઝવર શ્રી નલીન ઉપાધ્યાય આજે ચેકીંગ - ચકાસણી અર્થે ફરી રાજકોટ આવ્યા છે, તેઓ તથા સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવીએ ભાગ નં. ૭૦-૭૧-૭ર, રાષ્ટ્રીય શાળા અને તેની આસપાસના ૬  બૂથનું ચેકીંગ કર્યુ હતું. તમામ બીએલઓ હાજર રહ્યા હતા, મતદારોમાં પણ ઉત્સાહ હતો, ત્યાંથી અધિકારીઓ ત્રંબા ખાતે ચેકીંગમાં દોડી ગયા હતાં., ત્યાંથી શ્રી ઉપાધ્યાય અને ટીમ જસદણ-ગોંડલ-જેતપુરમાં ચેકીંગ કરશે. અને કાલે જામનગર જવા રવાના થશે.

(3:21 pm IST)