Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ગુજરાતી મચ્છુ કડીયા દરજી જ્ઞાતિ દ્વારા યોજાનાર સન્માન સમારોહ અટકાવવા જ્ઞાતિ અગ્રણી દ્વારા કોર્ટમાં દાવો

દાવામાં મનાઇ હુકમની માંગણી થતા હોદેદારોને કોર્ટમાં હાજર થવા નોટીસ

રાજકોટ,તા. ૨૭ : ગુજરાતી મચ્છુ કડીયા દરજી જ્ઞાતીના હિત વિરૂધ્ધ મનઘડત અને તઘલખી નિર્ણયો સામે મનાઇ હુકમ માટે કોર્ટમાં દાવો થતા મધુસુદન પરમાર, જીતેન્દ્ર ચૌહાણ, ધર્મેશ પરમારના હોદેદારો સામે પ્રતિભા સન્માન રોકવા મનાઇ હુકમની માંગણી દાવામાં કરવામાં આવી છે.

રાજકોટમા ગુજરાતી મચ્છુ કડીયા દરજી જ્ઞાતીના પ્રમુખ ધર્મેન્દ્ર પરમાર તથા મંત્રી પરેશ ચાવડા સામે રાજકોટના જ્ઞાતીના અગ્રણી વિમલભાઇ દિલીપભાઇ ચાવડાએ જ્ઞાતીના હિત વિરૂધ્ધ અને મનઘડત નિર્ણયો સામે નારાજ થઇ અને જ્ઞાતીના બંધારણ વિરૂધ્ધના જ્ઞાતીનું અહીત થાય તેવા નિર્ણયો સામે નારાજ થઇ રાજકોટની દીવાની અદાલતમાં દીવાની દાવો દાખલ કરેલ છે. જેમાં તેઓએ જણાવેલ છે કે જ્ઞાતીના સન્માન સમારોહ વર્ષો વર્ષથી થતો આવે છે. જેમાં મધુસુદન પરમાર, જીતેન્દ્ર ચૌહાણ અને ધર્મેશ પરમારએ તેઓની સામાન્ય રકમમાં સન્માન સમારોહનું ઉદ્ઘાટન કરતા આવ્યા છે. અને જેની સામે જ્ઞાતીની ખૂબ જ મોટી રકમનો આ સન્માન સમારોહમાં ખર્ચ થઇ રહ્યો છે. વિમલભાઇ ચાવડાએ જ્યારે મોટા અનુદાનની ગત -૨૦૧૯માં આપતા મહામુશ્કેલીએ તેઓને આ સન્માન સમારોહનું ઉદ્ઘાટન કરવા મળેલ હતુ અને આ વર્ષે ઉપરોકત ત્રણેય દાતાઓ સામાન્ય રકમની ઓફર કરી સન્માન સમારોહનો જશ લેવા માંગે છે. જ્યારે વિમલ ચાવડાએ તેઓથી વધારે રકમના અનુદાનની જ્ઞાતી માટે ઓફર કરેલ હોવા છતાં તેઓને ઉદ્ઘાટનની તક આપવામાં આવતી નથી.

કોઇ જનરલ બોર્ડ બોલાવ્યા વગર કુલડીમાં ગોળ ભાંગવા સમાન હોદેદારો કે જેઓ આ ત્રણેયના સગાઓ થાય છે તેઓ પોતાની રીતે બંધારણની વિરૂધ્ધ મનઘડત નિર્ણયો લઇ જ્ઞાતીના દાતાઓની મોટા અનુદાનની ઓફર કરવા છતા ઉદ્ઘાટન સમારોહનો લાભ આપતા નથી. આવા સંજોગોમાં તેઓની લેખીત મોટી રકમના અુનદાનની રજુઆતને પ્રમુખ અને મંત્રએ અવગણતા ગુજરાત મચ્છુ કઠીયા કડીયા જ્ઞાતીમાં ખૂબ જ રોષ અને વિરોધનું વાતાવરણ ઉત્પન્ન થતા એક જ્ઞાતીના સભ્ય તરીકે ન્યાય મેળવવા અને બંધારણના જનરલ બોર્ડમાં નિર્ણયો લેવડાવવા તથા સન્માન સમારોહ અટકાવવા રાજકોટની દીવાની અદાલતમાં દીવાની દાવો દાખલ કરી મનાઇ હુકમની માંગણી કરેલ છે. અને કોર્ટે કારણ દર્શક નોટીસ કાઢી હોદેદારોની કોર્ટમાં હાજર રહેવા હુકમ કરેલ છે.

આ કામમાં વિમલ ચાવડા વતી રાજકોટના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા પરેશ મારૂ વિગેરે રોકાયેલ છે. 

(3:23 pm IST)