Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

અમૃતેશ્વર લાફીંગ કલબ દ્વારા હોળી ઉત્‍સવ

 અમૃતેશ્વર લાફીંગ કલબ દ્વારા ધુળેટી પર્વે જીતેન્‍દ્ર ઠકકર અને ડો. મંથન ઠકકર આયોજીત હાસ્‍ય સાથે પ્રાણાયામ અને ધ્‍યાનનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. અરવિંદ વોરા ડીસ્‍ટ્રીકટ કન્‍વીનર રાજકોટ લાફીંગ કલબના હસ્‍તે તિલક હોળીની શરૂઆત કરાવાઇ હતી. સમગ્ર આયોજન અમૃતેશ્વર લાફીંગ કલબના કન્‍વીનર રમેશભાઇ અનડકટ, વહીવટી અધિકારી વિનોદભાઇ મકવાણા અને માહીતી અધિકારી ભાઇલાલભાઇ સંઘાણી દ્વારા કરાયુ હતુ. લાફીંગ કલબના સભ્‍યોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમ માણ્‍યો હતો. અનિકેત પોપટ તરફથી ઉપસ્‍થિત તમામ માટે પૌસ્‍ટિક નાસ્‍તાની વ્‍યવસ્‍થા રાખવામાં આવી હતી.

(3:30 pm IST)