Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

કાલે રાજકોટ ડીસ્‍ટ્રીક પેન્‍શનર એસો.ની કોન્‍ફરન્‍સઃ વેલનેસ સેન્‍ટર અંગે માહિતી અપાશે

રાજકોટ તા. ર૮: ઓલ ઇન્‍ડીયા- BSNL DOT પેન્‍શનર્સ-એસોસીએશન એ સમગ્ર ભારતમાં માન્‍યતા પ્રાપ્‍ત એસોસીએશન છે. જે અનુસંધાને રાજકોટ જીલ્લા ડીસ્‍ટ્રીકટ કોન્‍ફરન્‍સ કાલે શુક્રવારે સવારે ૧૦-૦૦ કલાકે ભારત સેવક સમાજ ‘શ્રી પ્રણવાનંદ સંસ્‍કૃત ભવન હોલ' નહેરૂ ઉદ્યાન, રેસકોર્ષ ખાતે જીલ્લા ‘પ્રમુખ' શ્રીમતી નીરૂબેન સોલંકીના ‘અધ્‍યક્ષસ્‍થાને' યોજવામાં આવશે. જેમાં ઓલ ઇન્‍ડીયા વાઇસ પ્રેસીડેન્‍ટ તથા ગુજરાતના AIBDPA ના ‘સર્કલ' સેક્રેટરી શ્રી મનુભાઇ ચનીયારા, શ્રી મનસુખભાઇ ઠુમર, અશોક હિન્‍ડોચા, લાભુબેન સાવલીયા, શ્રીમતી મીનાબેન મહેતા (અમદાવાદ) વી. એલ. પોપટ (મોરબી) તથા અશોકભાઇ ચુડાસમા, એન. જી. પરમાર, વી. એમ. લાલકીયા, હિતેશાબેન વૈષ્‍ણવ, કલ્‍પનાબેન પંડયા, કિર્તીબેન જેઠવા, મંજુબેન પરમાર, સુરેશભાઇ રાજપરા, પી. વી. કલોલા, પી. યુ. ત્રિવેદી, રમેશભાઇ પીપળીયા, પી. એન. ખૂંટ, ધોરાજી જેતપુર ઉપલેટા, વાંકાનેર, મોરબી વગેરે શહેરોમાંથી મેમ્‍બરો ડેલીગેટસ ઉપસ્‍થિત રહેશે.

ઓલ ઇન્‍ડીયા વાઇસ પ્રેસીડેન્‍ટ તથા સર્કલ સેક્રેટરી શ્રી મનુભાઇ ચનીયારા દ્વારા સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટ હેલ્‍થ સ્‍કીમ- CGHS સવાલો માટે રાજકોટ તથા સુરતને તાત્‍કાલિક અસરથી ‘વેલનેશ સેન્‍ટર' મંજુર કરવા કેન્‍દ્ર સરકારના-નાણામંત્રી તથા ઉચ્‍ચ અધિકારીઓને પત્ર પાઠવવામાં આવેલ છે રાજકોટમાં AIIMS એઇમ્‍સ શરૂ થયા બાદ  MOU થયેલ છે પરંતુ વેલનેશ સેન્‍ટર મંજુર થયેલ હોવાથી કેન્‍દ્રના હજારો કર્મચારીઓને તથા BSNL DOT ના નિવૃત-કર્મચારીઓને-CGHS સવલતોનો લાભ મળતો નથી જેથી આ બાબતે-સભ્‍યોને વિસ્‍તૃત માહિતી આપવામાં આવશે.

(3:33 pm IST)