Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સૌરાષ્‍ટ્ર કલાકેન્‍દ્રમાં હોળી પર્વની ઉમંગભેર ઉજવણી

  મોમાઇ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્‍ટ્ર કલાકેન્‍દ્ર મેઇન રોડ પર હંસા પ્રોવિઝન સ્‍ટોર પાસે  હોળી દહનનું આયોજન કરાયુ હતુ.૨૧૦૦૦ છાણાની ગોઠવણી કરી ફુલ, કલર અને લાઇટીંગ ડેકોરેશન કરવામાં આવેલ. આસપાસની તમામ સોસાયટીના લોકોએ હોળી પ્રદક્ષીણા અને દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, ભાજપ અગ્રણી ઘનશ્‍યામભાઇ હેરભા વગેરે મુખ્‍યમહેમાન તરીકે ઉપસ્‍થિત રહેતા મંડળના આગેવાનો દ્વારા માનભેર આગતા સ્‍વાગતા કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા મોમાઇ મિત્ર મંડળના સર્વશ્રી વિજયભાઇ ચૌહાણ, સુનિલભાઇ બાબરીયા, શશીભાઇ બાટવીયા, અમિતભાઇ પોપટ, અમિતભાઇ લાવડીયા, હિમાંશુભાઇ પારેખ, કરનભાઇ પરમાર,  ભાર્ગવભાઇ બાબરીયા, વલ્લભભાઇ વેરાયા, અશોકભાઇ સોલંકી, નિલદીપ ચૌહાણ, સોનુ હિન્‍દુજા, જીત હિન્‍દુજા, જયભાઇ ખારા, ઉમંગ પટેલ, મનીષ કાથરોટીયા, લાલભાઇ દવે વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:55 pm IST)