Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ᅠસિવિલ હોસ્‍પિટલમાં મોબાઇલ સેરવતો શખ્‍સ પકડાતાં ધોલધપાટ

લોકોના ટોળા ઉમટયાઃ જેતપુરના પ્રોૈઢના ખિસ્‍સામાંથી ફોન કાઢતાં જ પકડાઇ ગયો

 

રાજકોટઃ શહેરની સિવિલ હોસ્‍પિટલમાં અવાર-નવાર કોઇને કોઇ ચોર ગઠીયા મોબાઇલ કે પર્સ અથવા તો અન્‍ય ચીજવસ્‍તુ સેરવતાં પકડાઇ જાય છે. આજે વધુ એક આવો બનાવ બન્‍યો હતો. જેતપુરથી ઓપરેશન માટે લાવવામાં આવેલા દર્દીના પ્રોૈઢ વયના સગા ઓપીડીમાં ચોથા માળેથી દાદરા ઉતરી રહ્યા હતાં ત્‍યારે ગિર્દીમાં પાછળથી એક શખ્‍સે ખભા ઉપરથી હાથ નાંખી પ્રોૈઢના ખિસ્‍સામાંથી મોબાઇલ ફોન કાઢી લીધો હતો. જો કે તે રંગેહાથ પકડાઇ ગયો હતો. એ સાથે જ દેકારો મચી ગયો હતો અને શકમંદની ધોલધપાટ શરૂ થઇ હતી. છેલ્લે આ શખ્‍સને નીચે લાવવામાં આવ્‍યો ત્‍યારે બર્ન્‍સ વોર્ડ પાસે પડી જતાં સિક્‍યુરીટીને જાણ કરવામાં આવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

(3:08 pm IST)