Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

'આઝાદીપૂર્વે સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકોની સત્યાગ્રહની લડતોનો ઇતિહાસ' 'ધોલેરા મીઠા સત્યાગ્રહ ૧'

ગાંધીજીએ ઇ.સ. ૧૯૩૦માં માર્ચની ૧૨મી તારીખે દાંડીકુચ આદરીને પૂર્ણ સ્વરાજની લડતનો પ્રારંભ કર્યો હતો. જેના અનુસંધાને 'સૌરાષ્ટ્ર' પત્રનાં અધિપતિ શ્રી અમૃતલાલ શેઠે ધોલેરામાં મીઠાનો સત્યાગ્રહ કરવાનું વિચાર્યું અને ગાંધીજીએ સંમતિ આપી.

તા.૬/૦૪/૧૯૩૦ ધોલેરાની ધરતી ઉપર રણસંગ્રામ મંડાયો. તા.૨૯/૦૫/૧૯૩૦ના રોજ ૧૦૦૦ સ્વાતંત્રય સૈનિકો એક હાથમાં રાષ્ટ્રધ્વજ અને બીજા હાથમાં મીઠાની થેલી લઇ પહોંચ્યા. અમલદારોએ આગેવાનોને ગિરફતાર કર્યા અને માર મારવાનું શરૂ કર્યું. ઝવેરચંદ મેઘાણી સામે કેસ થયો અને તેમણે જજને ઉદેશીને કહ્યું કે ' મારે બચાવ તો કશો કરવો નથી, પણ એક નિવેદન કરવું છે.' અને બુલંદ અવાજે ગીત શરૂ કર્યું.

'હજારો' વર્ષની જુની અમારી વેદનાઓ,

કલેજો ચીરતી, કંપાવતી અમ ભયકથાઓ,

મરેલાના રૂધિરને જીવતાંના આંસુડાઓ,

સમપર્ણએ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ.

એ જાણ્યું અમારે પંથશી આફત પડી છે.

ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.

જીવે મા માવડી એ કાજ મરવા ઘડી છે.

ફિકર શી જયાં લાગી તારી અમો પર આંખડી છે ?

જજ અત્યંત ભાવુક બની ગયા પરંતુ કાયદાનુસાર શ્રી ઝવેરચંદ મેઘાણીને ૬ માસની સજા ફરમાવી.

બસ નવી પેઢીને આ સ્વાતંત્રય લડતના ઇતિહાસથી ખુબ જ પ્રેરણા લેવાની છે અને સ્વાતંત્રય સેનાનીઓનું સ્મરણ કરવાનું પણ ખરૂ. આઝાદી મેળવવા હજારો સ્વાતંત્રય સૈનિકોએ કુરબાની આપેલ છે તે ભુલીએ નહિ. 

નવીન ઠકકર

રાજકોટ

મો.૯૮૯૮૩ ૪૫૮૦૦

(12:54 pm IST)