Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ડોર સ્ટેપ ડીલીવરી ઇ ઓકશન-રાજકોટ જીલ્લાનું ટેન્ડર રદ્દ કરવા રજૂઆત

કલેકટરને આવેદન પાઠવાયું: બહારના રાજયની ગાડીઓ ન ચાલે

રાજકોટ તા. ર૮: રાજકોટ પુરવઠાની ડોર સ્ટેપ ડિલીવરી અંગે આરટીઆઇ કરનાર વજુભાઇ એ કલેકટરને આવેદનપત્ર પાઠવી ડોટ-સ્ટેપ ડીલીવરી ઇ ઓકશન ર૦ર૦-ર૧નું રાજકોટ જીલ્લાનું ટેન્ડર રદ કરવા માંગણી કરી હતી.

ઉપરોકત આવેદનમાં ઉમેર્યું હતું કે, ડોટ-સ્ટેપ ડીલીવરી ઓકશન ર૦ર૦-ર૧ માં ટેન્ડરની જોગવાઇ મુજબ ૩પ ગાડી માલીકી પ૪ ગાડી ભાડા કરારવાળી હોવી જોઇએ જે ઇ ઓકશન રજીસ્ટ્રેશન સમયે જણાવેલ પરંતુ હાલ અહીં રાજકોટ જીલ્લા શહેરના કોન્ટ્રાકટમાં જે ગાડીઓ રજુ કરેલ તે ગાડીઓ બહારની રાજયની હોય અને અધુરા કાગળો વાળી હોય જેથી તેઓ દર્શાવેલ ગાડીઓના કાગળો રજુ કરી શકેલ નથી તો આ  ટેન્ડર પ્રક્રિયા રદ થવા પાત્ર ગણાય છે.

વિષય કરાર ખતની સમય મર્યાદા પુર્ણ થઇ ગયેલ હોય અને તેઓ સમય મર્યાદામાં કરારખત કરી શકેલ નથી. અગાઉ ડોટ-સ્ટેપ ડીલીવરી ઇજારામાં ભરાયેલ ટેન્ડરમાં માંગેલ ગાડીઓમાં ફિટનેશ સર્ટીફીકેટ રજુ કરવાનું થતું હતું. અને જો ફીટનેશ સર્ટી. ન હોય તો ટેન્ડર રદ કરાતું હતું અને આ ટેન્ડરમાં આખે આખી ગાડીઓના કાગળોજ બદલી જાય તે કયા પ્રકારનો નિયમ છે. તો આ ટેન્ડર રદ કરી જે નવા સુધારાઓ આવ્યા હોય તે મુજબનું ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવે તો વધુમાં વધુ હરીફાઇ થાય અને સરકારશ્રીને લાખો રૂપિયાનો ફાયદો થાય તેમ આવેદનમાં ઉમેરાયું છે.

(3:55 pm IST)