Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

તમામ બુથમાંથી નરેન્દ્રભાઇને અભિનંદન આપતા ૫૦ હજાર પોસ્ટકાર્ડ લખાયા

રાજકોટ : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સાત વર્ષ પૂર્ણ થયા છે તેમજ સતત ર૦ વર્ષથી વહીવટી નેતૃત્વ કરી ગુજરાત અને દેશને એક નવી દિશા આપી છે ત્યારે દેશના વડાપ્રધાન તરીકે ધુરા સંભાળ્યા બાદ અનેકવિધ દેશહિતના નિર્ણયો કરી લોકોને સીધો જ લાભ મળ્યો છે તેમજ દેશની વિકાસયાત્રાને એક નવી જ ઉંચાઈ પર લઈ જવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કૃતનિશ્ચયી છે તેમણે લીધેલા અનેકાનેક દેશહીત, લોકહિતના નિર્ણયોને અભિનંદન આપતા પ૦ હજાર પોસ્ટકાર્ડ શહેર ભાજપ દ્વારા શહેરના તમામ બુથો, શકિતકેન્દ્રો, મોરચાઓ દ્વારા  પોસ્ટકાર્ડ ઝુંબેશ દ્વારા  તમામ શ્રેણીના કાર્યકર્તાઓ જોડાઈ અભિનંદન આપતા પોસ્ટકાર્ડો એકસાથે પ૦ હજારથી વધુ પોસ્ટકાર્ડ લખાયા હતા. શહેરભરના પોસ્ટકાર્ડ એકત્રીત કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રવાના કરાશે. આ પોસ્ટકાર્ડ ઝુંબેશનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ વોર્ડ નં. ૯ માં કરાવેલ હતો. આ તકે  કમલેશ મિરાણી,  વિક્રમ પુજારા, રક્ષાબેન વાયડા,  પુષ્કર પટેલ, પ્રવીણભાઈ મારૂ, પ્રદિપ નિર્મળ, હીરેન સાપરીયા ,વીરેન્દ્ર ભટ્ટ, કુલદીપસિહ જાડેજા, દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાઘ્યાય, જીતુભાઈ કાટોળીયા, મનીષાબેન માકડીયા, શીલ્પાબેન જાવીયા, કમલેશ શર્મા, આશીષ ભટૃ, રાજેન્દ્રસિહ હાડા, સંજય ભાલોડીયા, દેવયાનીબેન માંકડ, દીપક મહેતા, વિજય આહીર, દેવ ગજેરા, કીશોરસિહ જાડેજા, સુરેશ જલાલજી, પ્રદિપ ધાંધલ, શાંતીલાલ ડઢાણીયા, પ્રવીણ સેગલીયા, કલ્પેશ ભટ્ટ, રાજુભાઈ તૈલી, રતીલાલ ફળદુ, શૈલેષ ઠુંમર સહીતના ઉપસ્થિત રહયા હતા.  આ કાર્યક્રમમાં શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ જોડાઈ બહોળી સંખ્યામાં જોડાઈ નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતા પોસ્ટકાર્ડો લખ્યા હતા.

(2:39 pm IST)