Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

હિટાચી પર ચઢી સેલ્‍ફી લેતી વખતે પડી જતાં ઝારખંડના યુવાનનું મોત

૨૧ વર્ષિય વિકાસ ડમ્‍પર ચાલક તરીકે મજૂરી કરતો હતોઃ ચોટીલાના નાવાગામ ખાતે બનાવઃ રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં મોત થયું

રાજકોટ તા. ૨૮: ચોટીલાના નાવાગામ ખાતે હિટાચી મશીન પર ચડી સેલ્‍ફી લેતી વખતે પગ લપસતાં પડી જતાં ઝારખંડના એકવીસ વર્ષના યુવાનનું મોત નિપજ્‍યું હતું.

નાવાગામના ચામુંડા સ્‍ટોન ખાતે ડમ્‍પર ડ્રાઇવર તરીકે મજૂરી કરતો ઝારખંડનો વિકાસ ચતુર્વેદ બૈઠા (ઉ.૨૧) ગઇકાલે હિટાચી મશીન પર ચઢીને મોબાઇલ ફોનમાં સેલ્‍ફી લેતો હતો ત્‍યારે દિવાલ પર ચડી બાજુમાં હિટાચી મશીન પર પગ મુકી સેલ્‍ફી લેવા જતાં ગ્રીસ લગાવેલુ હોઇ પગ લપસતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.

મૃતક બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. ચોટીલા પોલીસના એએસઆઇ એમ. એસ. રાજપરાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:43 am IST)