Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

કલબ યુવીમાં ખેલૈયાઓની રમઝટઃ માતાજીની આરતીનો લ્હાવો લેતા મહાનુભાવો

જગત જનનીની આરાધના સાથે પારીવારિક માહોલનું માધ્યમ બનતું કલબ યુવી : ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પુષ્કરભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

રાજકોટ તા. ર૮: સંપૂર્ણ પારીવારીક માહોલમાં  ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી માં બીજા નોરતે રાસોત્સવની રંગત જામી હતી.

કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અને કલબ યુવીના કોરકમીટીના મેમ્બર્સ પુષ્કરભાઈ પટેલ, કોર્પોરેટર નિતિનભાઈ રામાણી, ઉમિયા પરિવાર સંગઠન સમિતીના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા, કલબ યુવીના વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા, દિનેશભાઈ અમૃતીયા, ગીરીશભાઈ સુતરીયા, ધનશ્યામભાઈ મારડીયા, મનુભાઈ વીરપરીયા, મનસુખભાઈ ઝાલાવડીયા, કાંતીભાઈ માકડીયા, ધીરૃભાઈ ડઢાણીયા, જયસુખભાઈ ઘોડાસરા, જમનભાઈ ભલાણી, ક્ષત્રીય સમાજના પી.ટી.જાડેજા, લોઠડા પડવલા એસોસીએસનના પ્રમુખ જેન્તીભાઈ સરધારા, ભરતભાઈ ગાજીપરા, વિગેરેએ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો.

રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ થી આગળ રાધીકા ફાર્મ ખાતે કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે અતીથી વિશેષ તરીકે પ્રદેશ કોગેસના અગ્રણીઓ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, પ્રભારી રામકિશન ઓઝા, લલીતભાઈ કગથરા, અર્જુનભાઈ ખારચીયા, સંજયભાઈ અજુડીયા, સુરેશભાઈ બથવાર, અતુલભાઈ રાજાણી, મહેશભાઈ રાજપુત, નીતીન બારોટ, ગોપાલભાઈ અનડકટ, અજીતભાઈ, દિપભાઈ વિગેરેએ ઉપસ્થિત રહી રાસોત્સવની રંગત માણી હતી. બીજા નોરતે કલબ યુવી ના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, કન્વીનર કાંતીભાઈ ઘેટીયા, અશ્વિનભાઈ પરસાણીયા, રાજુભાઈ કાલરીયા, રાજનભાઈ વડાલીયા, મનોજભાઈ કાલરીયા, બીપીનભાઈ ખાચર, ભરતભાઈ ડઢાણીયા, અનીલભાઈ લાલકીયા, અશ્વિનભાઈ સેરઠીયા, અરવિંદભાઈ જીવાણી, જય ઉકાણી, ભાવેશભાઈ ફળદુ, જે.ડી.કાલરીયા, ચંદ્રકાન્તભાઈ મારડીયા, કે.સી. વૈષ્નાણી, સહીતના એ વિજેતા ખૈલૈયાઓને ઈનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.

વિજેતા ખેલૈયાઓની યાદી આ મુજબ છે. ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ મેંદપરા દિવા, અડોદરીયા ધ્યાના,  ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ મકવાણા સ્નેહ, વાછાણી જેનીલ,  ચિ૯ડ્રન પ્રિન્સેસ તરીકે વિડજા જીયા, કાલરીયા યશ્વી,  ચિ૯ડ્રન પ્રિન્સ તરીકે વિરોજા નીશીત, કનેરીયા આન વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે મેંદપરા જીલ, જાવીયા પરી, ગોવાણી નીરાલી, વેલ ડ્રેસ પ્રિન્સ જીવાણી અમાન, હીરાણી માર્વિન, કાલાવડીયા દેવ પ્રિન્સેસ તરીકે અધેરા ખુશી, જાવીયા હેપી, કાલરીયા હેત્વી, પ્રિન્સ તરીકે મારવણીયા મીત, રજોડીયા નીરજભાઈ, ભુવા પ્રિન્સ વિજેતા બન્યા હતા.

(3:23 pm IST)