Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

રણછોડદાસજી બાપુના આશ્રમે ૭૦૦ સંતોની પધરામણીઃ મીની કુંભમેળો જામ્‍યો

રાજકોટઃ શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ) રાજકોટ દ્વારા આસો સુદ-૧ થી આસો સુદ-૯ સુધી શ્રી રામચરિત માનસજીનાં નવાહ પાઠનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. આ પાઠમાં ઉપસ્‍થિત રહેવા ભારતભરમાંથી ચિત્રકુટ, અયોધ્‍યા, વૃંદાવન, હરિદ્વાર, નેપાળ, નૈમીશારણ, ઋષિકેશ, મથુરા, પ્રયાગરાજ, બનારસ, ઉજજૈન, ગયા (બિહાર) વિગેરે જગ્‍યાએથી ૭૦૦ સંત ભગવાન પધારેલ છે. આ બધા સંત ભગવાન નવ દિવસ સુધી રહીને શ્રી રામચરિતમાનસજી પાઠ કરે છે. આ સંત ભગવાનની પધરામણીથી આશ્રમમાં મીની કુંભમેળાનું વાતાવરણ સર્જાયું છે. સર્વ ધર્મપ્રેમી ભાઇ-બહેનો ગુરૂભાઇ-બહેનોને આ સંત ભગવાનના મીની કુંભમેળાનાં દર્શનનો લ્‍હાવો લેવા સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ, રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે.

(3:58 pm IST)