Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

પાક વિમા નુકશાનીની રકમ મેળવવા થયેલ ફરિયાદ રદ : વિમા કંપનીની તરફેણમાં ચુકાદો

રાજકોટ,તા. ૨૮ : પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના સ્‍કીમ નીચે પાક વિમાની નુકશાનીની રકમ મેળવવા અંગેની જયેન્‍દ્રસિંહ રાણા, રઘુવીરસિંહ ઝાલા, કિશોરસિંહ રાણા, હુલાસબા, ભગીરથસિંહ લખુભા રાણા વિગેરે ખંભલાવ ગામ, તા. લીંબડીના રહેવાસી, જી. સુરેન્‍દ્રનગરની ફરીયાદ રદ કરતો, જીલ્લા ગ્રાહક તકરાર કમીશન, સુરેન્‍દ્રનગરનો, એસ.બી.આઇ. જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપનીની તરફેણમાં મહત્‍વનો ચુકાદો આપેલ હતો.

સુરેન્‍દ્રનગરના ફરીયાદી જયેન્‍દ્રસિંહ રાણા, રઘુવીરસિંહ ઝાલ, કિશોરસિંહ રાણા, હુલાસબા, ભગીરથસિંહ લખુભા રાણા વિગેરે ખંભલાવ ગામ, તા. લીંબડીના રહેવાસી, જી.સુરેન્‍દ્રનગરમાં આવેલ જમીનના બીટા કપાસના વાવેતર માટે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના નીચે પંજાબ નેશનલ બેંક, સુરેન્‍દ્રનગર પાસેથી ધિરાણ મેળવી અને પાકના વાવેતર માટે ઉપરોકત સ્‍કીમ મુજબ એલ.બી.આઇ. જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપની મારફત પાક વિમો લીધેલ. પરંતુ ૨૦૧૭-૧૮ના સીઝનમાં જીલ્લામાં પુરતો વરસાદ ન પડતા પોતાનો પાક નિષ્‍ફળ ગયેલ અને પાક વિમાની નુકશાની માટે, તલાટીના દાખલાઓ, તા. ૭/૧૨ અને ૮-અ અને હકક પત્રક રજુ કરી નુકશાનીની લાખો રૂપિયાની રકમો અને વ્‍યાજ અને ખર્ચ સહીતની માંગણીઓ કરેલ. જે રદ કરી કમિશને વિમા કંપનીની તરફેણમાં ચુકાદો આપેલ હતો.

આ કામમાં એસ.બી.આઇ જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપનીના સીનીયર એડવોકેટશ્રી પી.આર.દેસાઇ રોકાયેલ હતા.

(12:33 pm IST)