Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

સંજીવનીના મધુર અવાજનો આસ્‍વાદ માણવા તાલ-તરંગ કલબના સભ્‍ય આજે જ બની જાવ

ચોરી ચોરી જબ નઝરે મીલી... જેવા લાજવાબ ગીતોની બોલીવુડને સૌગાત ધરનાર બોલીવુડ સીંગર રાજકોટને પોતાના કંઠના જાદુથી રસતરબોળ કરી દેશે....

રાજકોટઃ જેમ ધારાવાહિકોમાં એપીસોડ આવતા જાય તેમ તેમાં ઔર મજા આવતી જાય તેવીજ રીતે ‘તાલ તરંગ' ગ્રૂપ દ્વારા રજુ થતા એક એક થી ચઢિયાતા કાર્યક્રમો આગળ વધતા જાય તેમ તેનો રંગ જામતો જાય છે. આ વખતે તાલ તરંગમાં સૂરોના રંગોથી રંગવા આવી રહી છે ખુબજ નામી ખ્‍યાતિપ્રાપ્‍ત પ્‍લેબેક સીંગર સંજીવની ભેલાંદે. આગામી ૧૧ ડિસેમ્‍બરે સ્‍વર સંજીવનીના અવાજનો જાદુ માણવા મળશે. ૨૦૦૦ના દાયકામાં પોતાના અવાજથી બધાને દિવાના બનાવનાર સંજીવનીએ ચોરી ચોરી જબ નઝરેને મિલી, નિકમ્‍મા કિયા ઇસ દિલને, તુમ જુદા હો કર હમસે.. સહિતના દ્યણા હિટ ગીતો આપ્‍યા છે. સંજીવની ભેલાંદે, જે તેના પ્રથમ નામથી સંજીવની તરીકે જાણીતી છે, તે ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં બોલિવૂડ પ્‍લેબેક સિંગિંગમાં પ્રવેશવા માટે મ્‍યુઝિકલ સિંગિંગ ટેલેન્‍ટ શોની પ્રથમ વિજેતા રહી ચૂકયા છે. ૧૯૯૫માં, તેણીએ ઝી ટીવીનો પ્રતિભાવાન ગાયકોની શોધ કરતો શો ‘સા રે ગા મા'જીત્‍યો હતો. સંજીવનીએ વિધુ વિનોદ ચોપરાની હિન્‍દી ફિલ્‍મ કરીબમાં તમામ ગીતો ગાયા જે તેની પ્‍લેબેક સિંગર તરીકેની પ્રથમ ફિલ્‍મ હતી.

શાષાીય આધારિત ગીતો તેમની વિશેષતા છે. એટલું જ નહીં, સંજીવનીએ ઓનલાઈન આધ્‍યાત્‍મિક ચેનલ રાજશ્રી આત્‍મા માટે લગભગ ૧૦૦ ટ્રેક કંપોઝ કર્યા છે અને ગાયાં છે. જેમાં હનુમાન ચાલીસા, કૃષ્‍ણ ભજન, આરતી, મંત્રનો સમાવેશ થાય છે. સંજીવનીએ નેપાળીમાં ‘જૂન જૂન' અને જન્‍મજનમ, ‘ગણેશમ ગુંગંમ્‍ભીરામ', મરાઠીમાં જય શ્રી ગણપતિ, ગુજરાતીમાં ‘દર્શનમ પાપનાશનમ', તેલુગુમાં ‘તુનિગા તુનિગા', રાજસ્‍થાનીમાં બિચિયા રો રાંકો વગેરે ૧૧ જેટલી ભાષાઓ અનેક પ્રાદેશિક આલ્‍બમ્‍સ રજૂ કર્યા છે. વધુમાં, તેણે સચિન પિલગાંવકર સાથે દૂરદર્શન ટીવી સિરિયલ ‘પિકનિક અંતાક્ષરી'નું સહ-હોસ્‍ટ પણ કર્યું હતું. સંજીવની ભેલંદેએ વિશ્વભરમાં ૨૦૦૦થી વધુ કાર્યક્રમો આપ્‍યા છે. તેણીએ અનેક ટીવી કાર્યક્રમોનું સંચાલન પણ કર્યું છે. સંગીત વિશારદ સંજીવની ભેલાંદેએ પંડિત દિનકર કાયકિની, પંડિત સુધીન્‍દ્ર ભૌમિક, સંધ્‍યા કાથાવતે અને પંડિત ફિરોઝ દસ્‍તુર પાસેથી શાષાીય સંગીતના પાઠ લીધા છે.

આવા ધુરંધર ગાયિકા રાજકોટના મહેમાન બનવા જઇ રહ્યા છે અને તેમના અવાજથી લોકોને મંત્રમુગ્‍ધ પણ કરશે. સંજીવની ભેલાંદે નો કાર્યક્રમ લઇ ને આવી રહ્યા છે બોલીવુડ ઇવેન્‍ટ અને તાજેતરમાં સુદેશ ભોંસલેના હાઉસફુલ કાર્યક્રમ આપનાર ‘તાલ તરંગ સંસ્‍થા' ના ભારતીબેન નાયક. આમાં સંસ્‍થામાં સભ્‍ય બનનારને બોલીવુડના ધુરંધર ગાયકોને સાંભળવાનો અમૂલ્‍ય અવસર મળશે. તાલ તરંગ સંસ્‍થામાં કપલ કે ગ્રૂપમાં સભ્‍ય બનવા ભારતીબેન નાયક (૯૮૯૨૬ ૨૫૭૬૮)નો વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરી શકાય છે.(૩૦.૨)

તમામ પ્રકારના મ્‍યુઝિકલ શો- ઈવેન્‍ટસમાં ઓલ બોલીવુડ ઈવેન્‍ટના ભારતી નાયકનું અદ્દભુત પ્રભુત્‍વઃ કોઈપણ પ્રસંગોએ ઈવેન્‍ટ્‍સ આયોજન માટે જરૂરથી સંપર્ક કરો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો (સંપર્ક : ભારતી નાયક : ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

(3:51 pm IST)