Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

મિલ્કત વેરામાં ૧૦ થી પ% વળતર યોજના જુલાઇ સુધી ચાલુ રહેશે

કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અતુલ રાજાણી પ્રજાને ગેરમાર્ગે દોરે નહી ? પ્રદિપ ડવ-પુષ્કર પટેલ : ૩૦ જુન સુધી ૧૦ ટકા અને મહિલા કર દાતાને ૧પ ટકા તેમજ ૩૧ જુલાઇ સુધી પ ટકા મહિલા કરદાતાઓને ડીસ્કાઉન્ટ મળશેઃ એપ્રીલ અને મે મહીનામાં ૧.ર૦ લાખ કરદાતાઓએ પ૪.પ૮ કરોડનો વેરો તંત્રની તિજોરીમાં ઠાલવ્યા સામે તંત્રએ ૩.૭પ કરોડનું ડીસ્કાઉન્ટ આપ્યું: ગત વર્ષ કરતા તંત્રને ર૩ કરોડથી વધુ આવક

રાજકોટ તા. ર૯ :.. મ.ન.પા. દ્વારા મિલ્કત વેરામાં ૧૦ થી પ ટકા સુધીનું વળતર આપવાની યોજના ૩૧ જુલાઇ સુધી અમલમાં જ છે. તેમ ભારપૂર્વક સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવી અને આ બાબતે કોંગ્રેસનાં પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણી પ્રજાને ગેરમાર્ગે દોરે નહી તેમ સ્પષ્ટ કર્યુ હતું.

રાજકોટ મહાનગરપાલિકાનાં કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અતુલભાઈ રાજાણીએ અખબારમાં નિવેદન આપેલ છે કે, વળતર યોજનાની મુદત વધારવી જોઈએ તથા ટેક્ષની આવકમાં ૫૦ ટકાનું ગાબડું છે આ બાબતે ખરી હકીકત જણાવતા મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ જણાવે છે કે, દર વર્ષે નાણાકીય વર્ષની શરૂઆતમાં વળતર યોજના ૩૧ મે સુધી ૧૦ ટકા તથા જુનમાં ૫ ટકા તેમજ મહિલા કરદાતાઓને વિશેષ ૫ ટકા વળતર ઉપરાંત ઓનલાઈન ભરનાર મિલ્કત ધારકોને ૧્રુ વધુ વળતર આપવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાનાં પદાધિકારીશ્રીઓ દ્વારા લોકોને વિશેષ રાહત અપાવના આશયથી ૩૦ જુન સુધી ૧૦્રુ તથા જુલાઈ માસ દરમ્યાન ૫્રુ વળતર તથા ફકત મહિલા કરદાતાઓને વિશેષ ૫્રુ વળતર આપવાની જાહેરાત મહાનગરપાલિકાનાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તથા કમિશનરશ્રી દ્વારા કરવામાં આવેલ છે અને આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી અર્થે રાજુ કરવામાં આવેલ છે. આમ ખરી હકીકત ધ્યાનમાં લીધા વગર વિરોધપક્ષના પૂર્વ નેતાએ આ નિવેદન કર્યુ છે.

ગત વર્ષે આજની તારીખે અંદાજે ૯૭,૫૭૨ મિલકત ધારકોએ વેરા ભરપાઈ કરતા રૂ.૪૧.૫૧ કરોડની આવક થયેલ તે સામે ચાલુ વર્ષે આજની તારીખે અંદાજે ૧,૨૨,૮૪૫ મિલકત ધારકોએ વેરા ભરપાઈ કરેલ છે જેનાથી રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૫૫.૯૯ કરોડની આવક થયેલ છે. આ આવકના આંકડા જ દર્શાવે છે કે, લોકોએ વળતર યોજનાને આવકારી પુરતો લાભ લીધો છે. અંદાજે ૧૪.૪૮ કરોડ જેટલી આવક વધુ થયેલ છે. તેમજ ૭૨૬૯૬ કરદાતાઓએ ઓનલાઈન રૂ.૩૧.૯૨ કરોડ મિલ્કત વેરો ભરેલ છે.

વિશેષમાં, મેયર ડો. પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલએ જણાવ્યું છે કે, વિરોધ પક્ષના પૂર્વ નેતા અતુલભાઈ રાજાણીએ વેરાની ટોટલ ડીમાન્ડ, તેની સામે થતી આવક અને મહેકમ ખર્ચને ધ્યાને ન લેતા લોકોને વેરા વળતર યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવા જોઈએ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વળતર યોજનામાં વિશેષ લાભ જાહેર કરવામાં આવેલ છે તે આવકારવું જોઈતુ હતું. તેના બદલે લોકો માટે કંઇક રજુઆત કર્યાનો ઝાંઝવાના જળ સમાન નીવેદન કરેલ છે. પરંતુ શહેરીજનો કોંગ્રેસથી સારી રીતે વાકેફ છે તેમ અંતમાં મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ જણાવેલ છે.

(4:27 pm IST)