Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

ગણતરી કલાકોમાં વાહન ચોરીનો ભેદ ઉકેલી અટીકાના બાબુ સાવસેટાને ગાંધીગ્રામ પોલીસે પકડ્યો

રાજકોટ: શહેરના ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસેથી બાબુ રાઘવભાઇ સવસેટા (ઉ.વ. ૬૦ ધધો. મકાન બાંધકામ રહે. નહેરૂ નગર શેરી નં. ૭ ધીરૂભાઇ સરવૈયાની વાડીની બાજુમાં અટીકા ઢેબર રોડ)ને ચોરાઉ મોટર સાયકલ સાથે ગાંધીગ્રામ પોલીસના કોન્સ. કનુભાઇ બસીયા, કોન્સ. શબીરભાઇ મલેક, તથા કોન્સ. શક્તિસિંહ ગોહીલની બાતમી પરથી પકડી લેવાયો છે. આ વાહન તેણે થોડા કલાકો પહેલા જ ગૌતમનગરમાંથી ચોરી કર્યું હતું. ઇ-ગુજકોપમાં સર્ચ કરતા બાબુ અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું ખુલ્યું હતું.

પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, સંયુક્ત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની સુચના અંતર્ગત પોલીસ ઇન્સપેકટર જી. એમ. હડીયા, પીએસઆઇ જે.જી.રાણા, હેડ.કોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. ભરતભાઇ ચૌહાણ, શબીરભાઇ મલેક, ગોપાલભાઇ પાટીલ, ગોપાલભાઇ બોળીયા, કનુભાઇ બસીયા, દિનેશભાઇ વહાણીયા તથા અર્જુનભાઇ ડવએ આ કામગીરી કરી હતી.

(9:48 am IST)