Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

શ્રી મોટી માટલી ટ્રસ્‍ટ સંચાલિત સ્‍વ.ડી.જે.ઠુંગા કન્‍યા છાત્રાલયનો શુભારંભ

કાલાવડ તાલુકાના મોટી માટલી ગામે

રાજકોટઃ કાલાવડ તાલુકાના મોટી માટલી ગામે શ્રી મોટી માટલી એજ્‍યુકેશન ટ્રસ્‍ટ આયોજીત સ્‍વ. શ્રી ડી. જે. ઠુંગા છઠ્ઠીની પુણ્‍યતિથિ નિમિત્તે તેમના નામથી સ્‍વ. શ્રી ડી. જે. ઠુંગા કન્‍યા છાત્રાલયનો શુભારંભ પ્રસંગ યોજવામાં આવ્‍યો. દેવભૂમી દ્વારકાના મુળવાનાથ જગ્‍યાના મહંતશ્રી બાલારામબાપા તેમજ જામનગર - દેવભૂમી દ્વારકાના સાંસદશ્રી પૂનમબેન માડમ વરદ હસ્‍તે કન્‍યા છાત્રાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યુ હતુ.

આ પ્રસંગે જામનગર જિલ્લાના સાંસદ શ્રી પૂનમબેન માડમ, શ્રી મેરામણભાઈ ભાટુ (જામનગર શહેર ભાજપ મહામંત્રી), જિલ્લા નાયબ નિયામક શ્રી ખમણ , સમાજ કલ્‍યાણ અધિકારીશ્રી કાળુભાઈ આંબલીયા, ગોપ કન્‍યા છાત્રાલય ભાવનગરના ટ્રસ્‍ટી શ્રી કે. કે. ભરવાડ, નાઘેડી કન્‍યા છાત્રાલયના ટ્રસ્‍ટી શ્રી વિરમભાઈ વકાતર, સંઘના વડીલ શ્રી ભાનુ દાદા, જુનાગઢના જે. બી. રાતડીયા, રણુંજાધામના સંચાલકશ્રી હરિબાપા ટોયટા, રાજાબાપા, કાલાવડના આગેવાનશ્રી બટુકભાઈ ઝાપડા, ભોજાભાઈ વી. ટોયટા (સહતંત્રીશ્રી ગોપાલક સંદેશ), પ્રતાપભાઈ કાટોડીયા, જેન્‍તિભાઈ ટોયટા (પ્રમુખશ્રી મચ્‍છોઆઈ સમૂહ લગ્ન સમિતિ), નાઘેડીના સરપંચશ્રી સુરેશભાઈ બાંભવા તથા બહોળી સંખ્‍યામાં તમામ સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. અને સ્‍વ.શ્રી ડી.જે. ઠુંગાને શ્રદ્ધાંજલી અર્પણ કરેલ હતી.

મોટી માટલી હાઈસ્‍કૂલની બાળાઓ તથા કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા જુદી -જુદી સાંસ્‍કળતિક કળતિઓ રજુ કરવામાં આવી હતી તેમજ સ્‍વ. શ્રી ડી.જે. ઠુંગા, સામાજિક, શૈક્ષણિક કાર્યો કરેલ તે અંગેની ડોકયુમેન્‍ટરી રજૂ કરવામાં આવેલ હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્‍ટના પ્રમુખશ્રી આર.એચ. પાગડા,  વિજયભાઈ ઠુંગા, શાળાના આચાર્ય શ્રી એ.ડી સેજપાલ, તથા કુમાર છાત્રાલય ગળહપતિ ભાવેશભાઈ ઠુંગા તથા સર્વ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્‍ટાફ ભારે જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર અહેવાલ - ભોજાભાઈ વી. ટોયટા)

(12:17 pm IST)