Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજકોટ નજીકના અમરગઢ ગામની જમીન અંગેના લેન્‍ડ ગ્રેબીંગ કેસમાં આરોપી જામીન પર

રાજકોટ તા. ર૯: રાજકોટના અમરગઢ ગામની જમીનના લેન્‍ડ ગ્રેબીંગ અંગેના ગુનામાં આરોપીની જામીન અરજી સેસન્‍સ કોર્ટે મંજુર કરી હતી.

રાજકોટની અમરગઢ ગામની જમીનના ચકચારી લેન્‍ડ ગ્રેબીંગ ગુનામાં આરોપીની જામીન અરજી સેશન્‍સ કોર્ટે મંજુર કરી હતી.

બનાવની ટુંક વિગત એવી છે કે, આ કેસના આરોપીઓ (૧) વિજયભાઇ સોલંકી (ર) કૈલાશભાઇ સોલંકી (૩) ઉમેશભાઇ સોલંકી ત્રણેય રહે. મુ. હાજાપર, જી. રાજકોટ વિગેરે વિરૂધ્‍ધ રાજકોટ તાલુકાની અમરગઢ ગામની રે.સર્વે નં-૧૭૭/૧ પૈકી ૧ તથા ૧૭૭ પૈકી ર ની બાજુ઼માં લાગુ પડતી સરકારી ખરાબાની જમીન હે.આ. ૦-૦૪-પ૩ વાળી સરકારી જમીનમાં દબાણ કરી પચાવી પાડી, સરકારશ્રીની કિંમતી જમીન પચાવી પાડીને આર્થીક લાભ મેળવી આ કામના આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુન્‍હો કર્યા બાબતે કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં મામલતદારશ્રીએ લેન્‍ડ ગ્રેબીંગ એકટની કલમ-૪(૧), ૪(ર), ૪(૩), પ(સી) મુજબ ધોરણસર ગુન્‍હો દાખલ થયેલ.

આ અંગે મામલતદાર (રાજકોટ તાલુકા) એ પ્રાંત અધિકારી રાજકોટ શહેર-ર મા લેન્‍ડ ગ્રેબીંગ કાયદા હેઠળ સરકાર પક્ષે ફરીયાદ કરી રાજકોટ શહેર પોલીસ કમિશ્‍નરને અહેવાલો રજુ કરેલ. જેમાં રાજકોટ તાલુકાની અમરગઢ ગામની રે. સર્વે નં. ૧૭૭/૧ પૈકી ૧ તથા ૧૭૭ પૈકી ર ની બાજુમાં લાગુ પડતી સરકારી ખરાબાની જમીન હે.આ. ૦-૦૪-પ૩ વાળી સરકારી જમીનમાં દબાણ કરી પચાવી પાડી હોવાનું ફલીત થયેલ છે અને લેન્‍ડ ગ્રેબીંગ એકટ મુજબ આરોપીઓ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરવામાં આવેલ.

તપાસ દરમ્‍યાન પોલીસે તમામ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલેલ. આ કેસમાં જેલ હવાલે રહેલ ત્રણેય આરોપીઓએ જામીન ઉપર છુટવા રાજકોટની સ્‍પેશ્‍યલ સેશન્‍સ કોર્ટમાં જામીન અરજી કરેલ. જેમાં આરોપીના વકીલ દ્વારા મૌખીક દલીલો, ઉચ્‍ચ ન્‍યાયાલયના ચુકાદાઓ ટાંકી, રજુઆતો કરી ગુનાની ગંભીરતના અને ઉચ્‍ચ ન્‍યાયાલયના ચુકાદાઓ ધ્‍યાને લઇ રાજકોટના સ્‍પેશ્‍યલ સેશન્‍સ કોર્ટના જજ શ્રી કે. ડી. દવે એ આરોપીના જામીન મંજુર કરવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં તમામ આરોપીઓ વતી ધારાશાષાી અલ્‍પેશ વી. પટેલ (પોકીયા), અમીત વી. ગડારા, ભાર્ગવ જે. પંડયા, કેતન જે. સાવલીયા, પરેશ બી. મૃગ, વંદના એચ. રાજયગુરૂ, રીતેશ ડી. ટોપીયા વિગેરે રોકાયેલ હતા. 

(4:04 pm IST)